નાનાના અસ્થિ વિસર્જન માટે મામાને રેલવે સ્ટેશને મૂકી આવતા યુવકનું અકસ્માતમાં મોત

અમદાવાદ,રવિવાર 

પૂર્વ વિસ્તારમાં સતત ત્રીજા  દિવસે હિટ એન્ડ રનની ત્રીજી ઘટના બની છે, જેમાં વટવા રિંગ રોડ, નારોલ સર્કલ બાદ માધુપુરામાં ઇદગાહ પાસે મીની ટ્રકની ટક્કરથી મોપેડ ચાલક યુવકનું મોત થયું હતું, પોલીસ તપાસમાં નાનાના અસ્થિ વિસર્જન માટે મામા તથા માસીને રેલવે સ્ટેશને મૂકી આવતો હતો અને આ કરુણ ઘટના બની હતી.

ઇદગાહ પાસે મોપેડને ટક્કર મારી યુવકને મોતને ઘાટ ઉતારી મીની ટ્રક ચાલક ફરાર

આ કેસની વિગત એવી છે કે શાહીબાદ સિવિલ હોસ્પિટલ બી.જે.મેડિકલ કોલેજ  સામે નારાયણ કોમ્પેલેક્ષમાં રહેતા જ્યોત્સનાબહેન હરસિધ્ધભાઇ મોદી (ઉ.વ.૪૭)એ ટ્રાફિક એલ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મીની ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે  ફરિયાદીના પિતાજી અસ્થિ વિસર્જન માટે બિહાર ખાતે તેમના બહેન  અને ભાઇને જવાનું  હતું.

જેથી તેમનો ૨૨ વર્ષનો પુત્ર પ્રફૂલ તા.૧ના રોજ ઘરેથી મોપેડ લઇને ફરિયાદી મહિલાના બહેન તથા ભાઇને લઇને કાલુપુર રેલવે સ્ટેશને મૂકવા ગયો હતો રાતે ૧૦.૧૫ વાગે પરત ઘરે આવી રહ્યો હતોૌ આ સમયે ઇદગાહ  મસ્જિદ નજીક  ત્રણ  રસ્તા પસાર કરતા હતા આ સમયે  પૂર ઝડપે આવી રહેલી એક મીની ટ્રકના ચાલકે યુવકના મોપેડને  જોરથી ટક્કર મારતાં યુવક પગના પંજાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન  મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી  છે.

ઉલ્લેખનીય છે કે  બે દિવસ પહેલા  નારોલ સર્કલ  ઉપર  હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં યુવક સાયકલ લઇને જતો હતો આ સમયે તેને  કચડીને મોતને ઘાટ ઉતારી ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. ઉપરાંત   શુક્રવારે બપોરે  અજાણ્યા  વૃધ્ધ ગામડી ચાર રસ્તાથી સાયકલ લઇને પસાર થઇ રહ્યા હતા.  આ સમયે રોપડા ચાર રસ્તા તરફથી પૂર ઝડપે ટ્રક લઇને ડ્રાઇવર આવી રહ્યો હતો તેના વાહનના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા સાયકલ ચાલકને ટક્કર મારી હતી, જેથી વૃધ્ધ ટ્રકના ટાયર નીચે આવી ગયા હતા અને ટ્રક પૂર ઝડપે દોડી રહી હોવાથી વૃધ્ધનો મૃતદેહ ૭૦ મીટર સુધી ઢસડાતા મોત થયું હતું.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mOIC2q
via IFTTT

Post a Comment

Previous Post Next Post