નવા નરોડાના ફ્લેટમાં MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પકડાઈ


મુખ્ય સુત્રધારો પંકજ પટેલ, બિપીન પટેલ પકડાયા

ક્રાઈમ બ્રાન્ચે 23 ગ્રામ ડ્રગ્સ પકડયા પછી મૂળ સુધી જઈ ડ્રગ્સ બનાવતા સૂત્રધાર ફાર્માસ્યુટિકલ કંપનીના બે કર્મચારીને ઝડપ્યા

અમદાવાદ : અમદાવાદમાં એમડી ડ્રગ્સ માત્ર બહારથી આવતું હતું તેવું નથી. ક્રાઈમ બ્રાન્ચે નવા નરોડાના રાધેશ્યામ રેસીડન્સીના એક ફ્લેટમાં એમડી ડ્રગ્સ બનાવતા ફાર્માસ્યુટીકલ કંપનીના બે કર્મચારીને ઝડપી પાડયા છે. પંકજ પટેલ એમડી બનાવવા માટેનું મટીરીયલ લાવતો હતો તો બિપીન પટેલ પોતાના ફ્લેટમાં મીની લેબોરેટરી ઉભી કરી તેમાં એમડી ડ્રગ્સ બનાવતો હતો.

અત્યાર સુધીમાં છ આરોપીને ઝડપી ઉત્પાદનથી વેચાણનું રેકેટ ધ્વસ્ત કરાયું છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે એસજી હાઈવે ઉપર ન્યુયોર્ક ટાવરની ગલીમાં રવિ મુકેશભાઈ શર્માને 23.85 ગ્રામ મેથ એમ્ફેટામાઈન સાથે પકડયા પછી તા. 8 ડીસેમ્બરે અસિત રમેશભાઈ પટેલને વધુ 50 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડયો હતો. તા. 13ના રોજ મોહમદ અલ્તાફ શેખને 23 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો.

રવિ શર્મા એમડી ડ્રગ્સનો જથૃથો વેચવા માટે જેન ેઆપતો હતો તે મોઈનુદ્દીન અને વજીઉદ્દીનની પણ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે, અસીત રમેશભાઈ પટેલ માણસામાં મેડીકલ સ્ટોર ધરાવતો હતો તે ત્રણ મહિનાથી અમદાવાદ રહેવા આવ્યો હતો તે રવિ શર્માના સંપર્કમાં આવ્યો હતો. 

રવિ શર્મા પોતે ડ્રગ્સનું સેવન કરતો હોવાથી  ડ્રગ્સ બનાવવા માટેનું મીટીરિયલ મુખ્ય સપ્લાયર પંકજ પટેલને આપી બદલામાં એક ગ્રામ મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સ 700થી 800 રૂપિયામાં ખરીદતો હતો.

મુખ્ય સપ્લાયર પંકજ ઉર્ફે પકોસ અંબાલાલ પટેલ (રહે. વૈષ્ણોદેવી સર્કલ) છત્રાલ ખાતેની પ્રાઈડ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં એક્ઝિક્યુટીવ તરીકે નોકરી કરે છે. ગત જુનમાં કોરોના થતાં ચરાડા હેલૃથ સેન્ટરમાં સારવાર માટે ગયો ત્યારે અસીત પટેલ સાથે પરિચય થયો હતો. બાદમાં અસીત પટેલને મળી એમડી ડ્રગ્સ બનાવવા અંગે વાતચિત કરી હતી.

પંકજ પટેલ એક લિટરના 15000 રૂપિયાના ભાવે એમડી ડ્રગ્સ બનાવવા માટેનું મટીરિયલ મેળવી પોતાના મિત્ર બિપીન બાબુભાઈ પટેલ પટેલ (રહે. રાધેશ્યામ ફ્લેટ, નરોડા)ને 25000 રૂપિયાના ભાવે સપ્લાય કરતો હતો. બિપીન પટેલ છત્રાલની જ ઓસવાલ કેમિકલ કંપનીમાં ફેક્ટરીમાં ટેકનીકલ મેનેજર તરીકે નોકરી કરે છે. બિપીન પટેલે તલોદ સાયન્સ કોલેજ ખાતે બીએસસી, એમએસસીનો અભ્યાસ કરેલો છે.

નવ વર્ષ દિસમાન ફાર્મા કંપનીમાં નોકરી કરતો હતો ત્યારે સાથે નોકરી કરતા પંકજ પટેલ સાથે ઓળખાણ થઈ હતી. છ મહિના પહેલા ંબન્ને મળ્યાં તે પછી એમડી ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. બીપીન પટેલ ડ્રગ્સ એન્ડ કેમેસ્ટ્રી વિષયમાં સ્નાતક હોવાથી પંકજ પટેલે આપેલા મટીરિયલથી પોતાના નવા નરોડા ખાતેના રહણાંક રાધેશ્યામ રેસીડન્સીમાં જ ફ્લેટમાં મીની લેબ શરૂ કરી હતી.

નવરાત્રીથી ઘરમાં જ મીની લેબ શરૂ કરીને એમડી ડ્રગ્સનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. ડ્રગ્સનું વેચાણ જમાલપુર, જુહાપુરા વિસ્તારમાં નશો કરતા યુવકોને 2000 રૂપિયામાં એક ગ્રામ લેખે વેચવામાં આવતું હતું. આખું નેટવર્ક ભેદીને ક્રાઈમ બ્રાન્ચે વધુ આરોપીઓને ઝડપી લેવા તપાસ ચાલુ રાખી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3EsuL85
via IFTTT

Post a Comment

Previous Post Next Post