સુરેન્દ્રનગર-રાજકોટ વિભાગમાં ડબલ ટ્રેકના કામને કારણે ટ્રેનોનું સંચાલન ખોરવાશે

અમદાવાદ,તા.25 ડિસેમ્બર 2021,શનિવાર

સુરેન્દ્રનગર-રાજકોટ વિભાગમાં ડબલ ટ્રેકની કામગીરી ચાલતી હોવાથી તા.૧૧ જાન્યુઆરી સુધી આ રૂટનો રેલ વ્યવહાર ખોરવાશે જેમાં ચાર ટ્રેનો સંપૂર્ણ તેમજ રદ રહેશે જ્યારે ૬ ટ્રેનો આંશિક રદ રહેનાર છે. બે ટ્રેનોને વૈકલ્પિક રૂટે દોડાવાશે તેમજ કેટલીક ટ્રેનો મોડી પડશે. બીજી તરફ ખેડૂત આંદોલનને કારણે    પણ કેટલીક ટ્રેનો રદ કરાઇ છે.

વડોદરા-જામનગર ઇન્ટરસિટી તા.૨૭ ડિસેમ્બરથી આગામી ૧૦ જાન્યુઆરી સુધી રદ રહેશે. જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ૨૮ ડિસેમ્બરથી આગામી તા.૧૧ જાન્યુઆરી સુધી રદ રહેશે. રાજકોટ-રીવા સુપરફાસ્ટ એક્સપ્રેસ  આગામી તા.૨ જાન્યુઆરીથી ૯ જાન્યુઆરી સુધી રદ રહેશે જ્યારે રીવા-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ આગામી તા.૩ જાન્યુઆરીથી ૧૦ જાન્યુઆરી સુધી રદ રહેનાર છે.

જ્યારે અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી, સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી, ભાવનગર-ઓખા-ભાવનગર એક્સપ્રેસ, બાન્દ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ, જામનગર-બાન્દ્રા હમસફર એક્સપ્રેસ આ સમયગાળામાં આંશિક રીતે રદ રહેશે. કામાખ્યા-ગાંધીધામ -કામાખ્યા એક્સપ્રેસ વાયા વિરામગામ-ધાંગ્રધ્રા-માળિયા મિયાના-ગાંધીધામના પરિવર્તિત માર્ગેથી દોડશે.

તા.૧ અને ૨ જાન્યુઆરીના રોજ જામનગર-તિરૂનાલવેલી અને હાપા-બિલાસપુર એક્સપ્રેસ રૂટ પર ૩૦ મિનિટ અને અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ રૂટ પર ૨૦ મિટિન મોડી ચાલશે. 

બીજી તરફ ઉત્તર રેલવેમાં ફિરોજપુર વિભાગમાં ખેડૂત આંદોલનના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. જેના કારણે તા.૨૬ ડિસેમ્બરની અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રદ રહેશે. તા. ૨૮ ડિસેમ્બરની શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે. 

તા.૨૫ ડિસેમ્બરની બાન્દ્રા ટર્મિનસ-જમ્મુતવી, અમદાવાદ-જમ્મુતવી અને ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટૂંકાવી દેવાઇ છે. તા.૨૬ ડિસેમ્બરની જમ્મુતવી-અમદાવાદ એક્સપ્રેસ, શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ ટૂંકાવી દેવાઇ છે. તા.૨૭ ડિસેમ્બરની જમ્મુતવી-બાન્દ્રા ટર્મિનસ અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એક્સપ્રેસને પણ ટૂંકાવી દેવામાં આવી છે.

રેલવેના મુસાફરોએ ટ્રેનના સંચાલન અંગેની વિગતો રેલવેની વેબસાઇટમાંથી જાણીને કે પછી હેલ્પલાઇન નંબર પર કોલ કરીને મેળવીને મુસાફરી અંગેનો નિર્ણય લેવા અનુરોધ કરાયો છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Fvup1E
via IFTTT

Post a Comment

Previous Post Next Post