
કોલેજોના વિરોધને પગલે
ત્રણથીચાર વર્ષની કોર્સદીઠ ફી લેવાનો પરિપત્ર પાછો ખેંચાયો : હવે દર વર્ષે એફિલિએશન ફી
અમદાવાદ : કોલેજોના વિરોધને પગલે અંતે જીટીયુએ સ્ટુડન્ટ એફિલિએશન ફી લેવા મુદ્દે નિર્ણય ફેરવ્યો છે અને સમગ્ર કોર્સની એફિલિએશન ફી એક સાથે લેવાનો પરિપત્ર પાછો ખેંચ્યો છે.
અગાઉ જે વિદ્યાર્થીઓએ ત્રણ કે ચાર વર્ષની પુરી ફી ચુકવી દીધી છે તેઓને વધારાની ફી પરત કરી દેવાશે. સ્ટુડન્ટ એફિલિએશન ફી તરીકે જીટીયુ દ્વારા દર વર્ષે વિદ્યાર્થી પાસેથી 300 રૂપિયા એનરોલમેન્ટ સમય લેવામા આવે છે.
અગાઉ કોલેજો વિદ્યાર્થી પાસેથી લઈને જીટીયુમાં જમા કરાવતી હતી પરંતુ જીટીયુએ બોર્ડ મીટિંગમાં ઠરાવ કરીને સ્ટુડન્ટ એફિલિએશન ફી નું નામ બદલી પ્રોફેશનલ રેગ્યુલેટરી ચાર્જ તરીકે ફી લેવાનું નક્કી કર્યુ અને વર્ષને બદલે જેટલા વર્ષનો કોર્સ હોય તેટલા વર્ષની ફી એક સાથે લેવાનો પરિપત્ર કર્યો હતો.
જેથી ડિપ્લોમા કોલેજોમાં કોર્સના ત્રણ વર્ષ મુજબ એક સાથે 900 રૂપિયા ફી વિદ્યાર્થી પાસેથી લેવાતા ડિપ્લમા કોલેજોએ વિરોધ નોંધાવ્યો હતો.જેને પગલે જીટીયુએ વિદ્યાર્થી હિતમા નિર્ણય કરતા અગાઉનો પરિપત્ર પાછો ખેંચ્યો છે. હવે વિદ્યાર્થીએ માત્ર દર વર્ષે જ 300 રૂપિયા ઓનલાઈન ફી જીટીયુમાં સબમીટ કરવાની રહેશે.
અગાઉ જે વિદ્યાર્થીઓએ પુરા કોર્સની એફિલિએશન ફી ચુકવી દીધી છે તેઓને જીટીયુ દ્વારા ચાલુ વર્ષની ફી કાપી બાકીના વર્ષોની ફી પરત કરી દેવામા આવશે. હવે વિદ્યાર્થીએ ઓડ સેમેસ્ટરની એક્ઝામ ફોર્મ ફી સાથે એફિલિએશન ફી દર વર્ષે જ ચુકવવાની રહેશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3GWU1VD
via IFTTT
إرسال تعليق