
અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટની સમીક્ષા, 352 પૈકી 342 કિલોમીટરમાં સિવિલ વર્ક પ્રગતિમાં
ગાંધીનગર : અમદાવાદ અને મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાતના હિસ્સામાં 98 ટકા જમીન સંપાદન કાર્ય પૂર્ણ થયું છે, જો કે મહારાષ્ટ્રમાં હજી જમીન સંપાદન બાકી છે. ગુજરાતના 352 પૈકી 342 કિલોમીટરમાં સિવિલ વર્કપ્રગતિમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં હાથ ધરાઇ રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.
નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન મેનેજીંગ ડિરેક્ટર અગ્નિહોત્રીએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ એમ 8 જિલ્લાઓમાં સબ-સ્ટ્રક્ચર અને સુપર-સ્ટ્રક્ચરના કામો પ્રગતિમાં છે. એટલું જ નહીં, નર્મદા, તાપી, મહી જેવી મહત્વની નદીઓ જે આ ટ્રેનના રૂટમાં આવેછે તેના ઉપર પણ કાર્યવાહી ચાલુ છે.
પ્રેેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, આ પ્રોજેક્ટની કામગીરીમાં વધુ વેગ લાવવાના હેતુસર સ્ટ્રેડલ કેરિયરઅને બ્રિજ ગેન્ટ્રી જેવી ભારી સાધન-સામગ્રીના ઉપયોગથી ફુલ સ્પાન બોક્સ ગ્રાઈડર ઉભા કરવામાં આવે છે. આવું પ્રથમ ગ્રાઈડર નવસારીમાં નવેમ્બર 2021માં સફળતાપૂર્વક ઊભું થઈ ગયું છે. જિયોટેકનિકલઇન્વેસ્ટિગેશન માટે સુરતમાં એશિયાની સૌથી મોટી જિયોટેકનિકલ લેબ પણ શરૂ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ હાઇસ્પીડ રેલ કોર્પોેરેશન દ્વારા કરવામાં આવી રહેલી ઝડપી કામગીરીની સરાહના કરતા રાજ્યસરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.સમીક્ષા બેઠક દરમિયાન આ પ્રોજેક્ટની અન્ય બાબતો અંગેની ચર્ચા પરામર્શમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં આ પ્રોજેક્ટના પરિણામે પ્રત્યક્ષ-પરોક્ષ એટલે કે ડાયરેક્ટ-ઇનડાયરેક્ટ મળી 60 હજાર જેટલા લોકોને રોજગાર અવસર મળશે.
ગુજરાતમાં જમીન અને બાંધકામ બેય મળીને 72 હજાર કરોડનું રોકાણ આ પ્રોજેક્ટ માટે થવાનું છે, તે પૈકી14,200 કરોડનો ખર્ચ વિવિધ કામો માટે અત્યાર સુધીમાં થયો છે. મુંબઇ-અમદાવાદ વચ્ચેની ભવિષ્યમાં શરૂ થનારી આ હાઇસ્પિડ રેલ ટ્રેન કલાકના 320 કિલોમીટરની ઝડપેદોડશે. મુંબઈ અમદાવાદનું અંતર આ ટ્રેન 3 કલાકમાં પૂર્ણ કરશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3FdNCF8
via IFTTT
إرسال تعليق