
સરપંચપદના ઉમેદવારના ભત્રીજાને ધમકી
મહિલા ઉમેદવારના એજન્ટ સાથે બોલાચાલી કરતા દોડી ગયેલા તેના પિતાને માર મારી ધમકી
અમદાવાદ : અમદાવાદના છેવાડે આવેલા સનાથલ ગામમાં તા. 19ના રોજ મતદાન દરમિયાન બોગસ વોટિંગ મુદ્દે ધમકી અપાયાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. સરપંચપદના ઉમેદવારના ભત્રીજાને ધમકી અપાયા અંગે ચાર શખ્સો સામે ગુનો નોંધી ચાંગોદર પોલીસે તપાસ શરૂ કરી છે.
સનાથલ ગામમાં રહેતા પ્રવિણસિંહ ધીરૂભા ચૌહાણે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના ભાભી બયરાજબા લાલસિંહ ચૌહાણ સરપંચના ઉમેદવાર તરીકે ઉભા છે. પ્રવિણસિંહનો પુત્ર રાજેન્દ્રસિંહ એજન્ટ તરીકે હતો. બોપરે ત્રણ વાગ્યાના અરસામાં સનાથલ ગામનો બલરાજ વિક્રમસિંહ ચૌહાણ સનાથલ પ્રાથમિક શાળાના બુથ નંબર 1માં આવ્યો હતો.
બલરાજ બોગસ વોટિંગ કરાવવા આવ્યો હોવાનું લાગતા રાજેન્દ્રસિંહ તેને બુથમાંથી બહાર નીકળવા કહ્યું હતું. બલરાજે રાજેન્દ્ર સાથે ઝઘડો કરતાં ફરિયાદી પ્રવિણસિંહ પણ દોડી ગયા હતા. બોલાચાલી થતાં લોકો એકઠા થયા હતા. ઝઘડામાં બલરાજ, જયવિજયસિંહ, અનિલસિંહ અને રાજદિપસિંહે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો.
ચૂંટણીનું પરિણામ આવવા દો પછી તને જીવતો રહેવા દેવો નથી, જાનથી મારી નાંખવો છે. તેમ કહી ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મરાયાની ફરિયાદ નોંધાવાઈ છે. બોપલની હોસ્પિટલમાં દાખલ થયેલા પ્રવિણસિંહની ફરિયાદના આધારે ચાંગોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Ei7FAW
via IFTTT
Post a Comment