
પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું
દિવાળીની માફક જ નવા વર્ષની ઉજવણીમાં પણ ફટાકડા ફોડવા, વેચાણ અને ઉત્પાદન માટે નિયમો
અમદાવાદ : નાતાલ, 24મી ડીસેમ્બરની રાતે તેમજ તા. 31ની રાતે ન્યૂ યર ઉજવણી માટે 35 મિનિટ સુધી જ ફટાકડા ફોડી શકાશે. રાતે 11-55થી 12-30 વાગ્યા સુધી જ આતશબાજી કરી શકાશે તેવું જાહેરનામું પોલીસ કમિશનરે બહાર પાડયું છે. દિવાળી પછી ન્યુ યર ઉજવણીમાં નિયમો લાગુ કરાયા છે.
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેર કરેલા જાહેરનામા અનુસાર, સુપ્રિમ કોર્ટ દ્વારા વર્ષ 2018માં ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશો જારી કર્યા છે. નાતાલ (ક્રિસમસ) ઉજવણીમાં તા. 24ના રાતે 11-55થી તા. 25ના રાતે 12-30 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. નવા વર્ષની ઉજવણી અંતર્ગત તા. 31ના રાતે 11-55થી રાતે 12-30 સુધી જ ફટાકડા ફોડી શકાશે.
સિરીઝમાં જોડાયેલા ફટાકડાની લુમથી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહીં, ફોડી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં. 124 ડેસીબલ યુનિટ આૃથવા 145 ડેસીબલ પી.કે.થી ઓછો અવાજ પેદા કરે તેવા તેમજ ઓછા એમિશન ઉત્પન્ન કરે તેવા જ ફટાકડા વેચી, વાપરી શકાશે. સાયલન્ટ ઝોનમાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.
વિદેશથી આયાત કરેલા કે ચાઈનીઝ તુક્કલકે આતશબાજ બલુનનું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહીં કે ઉડાડી શકાશે નહીં. દિવાળી પછી નાતાલ અને ન્યૂ યરની ઉજવણી માટે રાતના 35 મિનિટ સુધી ફટાકડા ફોડી શકાશે. બાકીના સમયમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નિયમનો ભંગ કરનાર સામે કાયદેસર પોલીસ કાર્યવાહી થઈ શકે છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sqQ6MW
via IFTTT
Post a Comment