પેરામેડિકલમાં અંતે આજથી કોલેજ-બ્રાંચ ચોઈસ ફિલિંગ


પ્રોવિઝનલ મેરિટ બાદ આગળની પ્રક્રિયા જાહેર 

૧૪મીથી ૨૧મી સુધી મોક રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગઃ ૨૩મીએ મોક રાઉન્ડનું એલોટમેન્ટ 

અમદાવાદ : ધો.૧૨ સાયન્સ પછીના બોર્ડ પરિણામ આધારીત પેરામેડિકલ કોર્સીસમાં પ્રવેશ માટેની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રક્રિયા અંતર્ગત પ્રવેશ સમિતિ દ્વારા પ્રોવિઝનલ મેરિટ જાહેર કરાયા બાદ હવે આગળની પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. જે મુજબ આવતીકાલે ૧૪મીથી મોક રાઉન્ડ શરૃ થશે. 

ધો.૧૨ સાયન્સ પછીના નીટ સિવાયના કોર્સીસ જેવા કે બીએસસી નર્સિંગ, ફીઝિયોથેરાપી, જનરલ નર્સિંગ,ઓપ્ટોમેટ્રી ,નેચરોપેથી અને ઓર્થોટિક્સ સહિતના આઠ પેરામેડિકલ કોર્સીસમાં  પ્રવેશ માટે આ વર્ષે ૫૦ હજારથી વધુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ છે. જેની સામે બેઠકો ૨૪ હજારથી વધુ છે.જો કે આ વર્ષે  નર્સિંગની ઘણી બેઠકો વધે તેમ છે.

પરંતુ સામે વિદ્યાર્થીઓ ઘણા છે અને મેરિટમાં સમાવિષ્ટ ૪૯ હજારથી વધુ વિદ્યાર્થીઓ છે.જેમાં ૭૫ ટકા જેટલી છોકરીઓ છે અને ૨૫ ટકા જ છોકરાઓ છે.આવતીકાલે ૧૪મીથી મોક રાઉન્ડ માટે ઓનલાઈન કોલેજ-બ્રાંચની પસંદગી એટલે કે ચોઈસ ફિલિંગ શરૃ થશે.જે વિદ્યાર્થીઓ ૨૧મી સુધી કરી શકશે. ૨૩મીએ મોક રાઉન્ટનું સીટ એલોટમેન્ટ જાહેર કરાશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dQ2AVz
via IFTTT

Post a Comment

Previous Post Next Post