મહિલાને વોટ્સ-એપ પર બિભત્સ ફોટો, વીડિયો મોકલી પરેશાન કરી


અજાણ્યા નંબરથી મિત્રનું ડીપી મુકી કનેક્ટ થઈ

બે મહિનાથી વોટ્સ-એપ પર ગેરવર્તન કરવા ઉપરાંત કોલ કરી બિભત્સ માગણી કરાતા પોલીસ ફરિયાદ

અમદાવાદ : હવે વોટ્સ-એપ ઉપર પણ મહિલા સાથે બિભત્સ વીડિયો, ફોટો મોકલીને બિભત્સ માગણી કરવામાં આવતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. દૂધેશ્વર રોડ ઉપર રહેલા મહિલાએ વોટ્સ-એપ ઉપર પરેશાની કરવામાં આવતા સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવાઈ છે. 

32 વર્ષની મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બે મહિના પહેલા વોટ્સ-એપ ઉપર એક અજાણ્યા નંબરથી હાય મેસેજ આવ્યો હતો. આ મેસેજ કરનાર વોટ્સ-એપ એકાઉન્ટના ડીપીમાં મહિલા મિત્રનો ફોન હતો. આથી મહિલાએ તમે કોણ છો? તેવો સવાલ કર્યો હતો. જો કે, કોઈ જવાબ આપ્યો નહોતો.

મહિલાએ મોબાઈલ નંબરને ટ્રૂ કોલર પર સર્ચ કરતાં શક્તિ ઓટો ડીવીઆર લખાઈને આવ્યું હતું. મહિલા જેને ઓળખતી નહોતા તેવી વ્યક્તિના નંબર પરથી બિભત્સ પ્રકારના વિડિયો મોકલવામાં આવતા હતા. આ ફોન પરથી સતત કોલ કરવામાં આવતા હતા. જો મહિલા ફોન ઉઠાવે તો બિભત્સ માગણી કરવામાં આવતી હતી.

મહિલાને બિભત્સ ઓડિયો મેસેજ પર મોકલવાનું શરૂ કરાયું હતું. સતત બે મહિનાથી મહિલા મિત્રને ફોટોનો ઉપયોગ કરી બનાવાયેલા વોટ્સ-એપ એકાઉન્ટથી બિભત્સ ફોટો, વિડિયો મોકલી અને સાદા કોલ કરી પરેશાન કરવામાં આવતા સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવાઈ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mzc5gW
via IFTTT

Post a Comment

أحدث أقدم