અમદાવાદ શહેરમાં આ વર્ષે 30,269 પરિવારોને રેશનિંગનું અનાજ મળતું થયું

અમદાવાદ,તા.26 ડિસેમ્બર 2021, રવિવાર

અમદાવાદ શહેરમાં 'અન્ન સલામતી કાયદા' હેઠળ ચાલુ વર્ષે તા.૨૦ ડિસેમ્બર સુધીમાં ૩૦,૨૬૯ પરિવારોને આવરીને ૧,૩૪,૦૭૬ લોકોને રેશનકાર્ડ પર અનાજ આપવાનું શરૂ કરાયું છે. સમાજના ગરીબ અને પછાત વર્ગને અનાજ મળતું થાય અને તેઓ ભુખ્યા ન રહે તે માટે હાથ ધરાયેલા આ વિશેષ અભિયાનમાં આ લોકોને રેશનકાર્ડ પર સરકારી અનાજ આપવાનું શરૂ કરાયું છે. સૌથી વધુ જમાલપુર ઝોનમાં ૫,૬૦૪ પરિવારોને આ યોજના હેઠળ ં સમાવેશ કરાયો છે.

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકોન'ે નેશનલ ફુડ સિક્યુરિટી એક્ટ' હેઠળ આવરીને અનાજ મેળવવાના હકદાર બનાવવા માટે 'અન્ન અને નાગરીક પુરવઠા 'ખાતા દ્વારા  અભિયાન હાથ ધરાયું છે. આ અંગે અમદાવાદ શહેરના મદદનીશ પુરવઠા નિયંત્રક દીપ દવેના જણાવ્યા મુજબ શહેરમાં વસતા દરેક લાભાર્થીને સરકારી અનાજ મળતું થાય અને જરૂરીયાત મંદ લોકોને તેને લાભ આપી શકાય તે માટે અભિયાન હાથ ધરાયું છે.

જેમાં જેતે વોર્ડના સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓની મદદથી વિશેષ કેમ્પ યોજીને અનાજ મેળવવા માટેના ફોર્મનું વિતરણ, ફોર્મ જમા કરાવવા સુધીની કામગીરી હાથ ધરાઇ છે. તાજેતરમાં જમાલપુર-ખાડિયા વિસ્તારમાં આ માટેનો કેમ્પ યોજાયો હતો.

દરેક વોર્ડમાં આ પ્રમાણે કેમ્પ યોજીને મહત્તમ લોકોને અન્ન સલામતી કાયદામાં આવરી લેવાના પ્રયાસો કરાશે. નોંધપાત્ર છેકે ગત વર્ષ ૨૦૨૦માં શહેરમાં ૩૫,૭૧૪ પરિવારોને આ યોજના હેઠળ આવરીને તેઓને અનાજ મળતું કરાયું છે. ગત વર્ષે ૫,૦૯૯ પરિવારો એવા પણ હતા કે જે આર્થિક રીતે સક્ષમ બન્યા હોય અને સરકારી અનાજની જરૂર ન હોય તેવા પરિવારોને આ યોજનામાંથી બહાર પણ કાઢવામા ંઆવ્યા હતા.

ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૬૬૧ પરિવારોને આ યોજનામાંથી અનાજ મેળવવાનો હક જતો કર્યો છે. તેઓ આર્થિક રીતે સધ્ધર બની જતા તેમને રેશનકાર્ડ પર મળતું અનાજ બંધ કરાયું છે. 




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mAhkga
via IFTTT

Post a Comment

أحدث أقدم