ગોમતીપુરમાં પાણીની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી જતાં મહિલાનું મોત

 અમદાવાદ,મંગળવાર

ગોમતીપુર વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી ડૂબી જતાં મહિલાનું મોત નીપજ્યું હતું, પોલીસ તપાસમાં ટાંકીના પાસે બેસીને કપડાં ધોતા હતા, દરમિયાન ટાંકીમાં પાણી લેવા જતાં ડૂબી જવાથી મોત થયું હતું. બે દિવસ પહેલા પણ અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી એક વૃધ્ધની લાશ મળી હતી. આમ ગોમતીપુરમાં ટાંકીમાં ડૂબી જવાથી વૃધ્ધ બાદ મહિલાના મોતનો બીજો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

ટાંંકી પાસે બેસીને કપડાં ધોતા હતા, પાણી લેવા જતા અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી ડૂબી જતા મોત નીપજ્યું

આ કેસની વિગત એવી છે કે ગોમતીપુર રાજપુર ટોકનાકા પાસે મણીયાર વાડાની બાજુમાં પીઠાવાળી ચાલીમાં રહેતા રતનબહેન વિનોદભાઇ સોલંકી (ઉ.વ.૪૨) તા.૨૯ના રોજ સવારે  ૭.૩૦ વાગે પોતાના ઘરે ઓસરી નજીક પાણીની ટાંકી પાસે બેસીને કપડાં ધોતા હતા, દરમિયાન અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી પાણી ભરવા જતાં ટાંકીમાં પડી જતાં ડૂબી જવાથી મોત નીપજયું હતું, આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેેલા પણ ગોમતીપુર વિસ્તારમાં જીવરામ ભટ્ટની ચાલી પાસે જાહેર શૌચાલય પાસે મૃતદેહની દુર્ગધ મારી રહી છે, આ મેસેજ આધારે પોલીસે  ફાયર બ્રિગેડની મદદથી  શૌચાલયની અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં  તપાસ  કરતાં  ગોમતીપુરમાં જીવરામ ભટ્ટની ચાલી નજીક  ફૂટપાથ ઉપર રહેતા ઇન્દ્રવદનભાઇ  ખુમાણનો મૃતદેહ હોવાનુ ંજાણવા મળ્યું હતું.આમ ગોમતીપુર વિસ્તારમાં પાણીની ટાંકીમાં ડૂબીને મોત નીપજવાનો બીજો બનાવ બન્યો હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o6bpAI
via IFTTT

Post a Comment

أحدث أقدم