અમદાવાદ,મંગળવાર
પૂર્વ વિસ્તારમાં બેફામ વાહનો હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે નારોલ સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં પૂર ઝડપે આવી રહેલા છકડો ચાલકે પેન્ડલ રિક્ષાને ટક્કર મારી હતી, જેના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પેન્ડલ રિક્ષા ચાલક યુવકનું મોત થયું હતું, અકસ્માત સર્જીને છકડો રિક્ષા ચાલક ફરાર થઇ ગયો હતો.
આણંદના ભાલેજમાં રહેતો યુવક માલ સામાન ભરીને પેેન્ડલ રિક્ષા લઇને નારોલ કોઝી હોટલ પાસેથી પસાર થતો હતો ત્યારે ઘટના બની
આ કેસની વિગત એવી છે કે આણંદ પાસે ભાલક રોડ ઉપર સામરખા ચોકડી પાસે ેએકતા હોટલ નજીક રહેતા નારાયણરામ રૃપારામ રાણા (ઉ.વ.૩૬) તા. ૨૮ના રોજ પોતાના વતનથી પેન્ડલ રિક્ષામાં માલ સામાન લઇને અમદાવાદ આવ્યા હતા. દરમિયાન બપોરે ૩.૩૦ વાગે નારોલ સર્કલથી કોઝી હોટલ તરફ જતા હતા જ્યા ંસાવધરીયા ફાર્મ સામેથી પસાર થઇ રહ્યા હતા આ સમયે પૂર ઝડપે છકડો રિક્ષા ચાલક ધસી આવ્યો હતો અને પેન્ડલ રિક્ષાને ટક્કર મારતાં નારયણભાઇને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ગુનો નોધી આસપાસ વિસ્તારના સીસીટીવી ફૂટેજ આધારે ફરાર થઇ ગયેલા છકડો ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા વસ્ત્રાલ વિસ્તારમાં એસ.પી.રિંગરોડ ઉપર બ્લ્યું આઇરીસ ફ્લેટમાં રહેતા વૈશાખભાઇ નંલોધીરી નામનો યુવક વસ્ત્રાલથી રામોલ તરફ જતો હતો અને ટોલનાકા નજીક મઢુલી ચાલીની કીટલી પાસે મોપેડને અચાનક બ્રેક મારતાં સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં યુવક વાહન સાથે રોડ ઉપર પટકાયો હતો માથા સહિત શરીરે ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર મોત થયું હતું. તેમજ રામોલમાં લાંભા પાસે ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં અસક્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક યુવકનું સ્થળ ઉપર જ મોત થયું હતું.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pfMcTJ
via IFTTT
إرسال تعليق