અમદાવાદ,શુક્રવાર
શાહીબાગમાં રાજસ્થાન હોસ્પિટલ પાછળ ગઇકાલે રાતે વેપારીને આંતરીને ત્રણ શખ્સાએ વેપારીના મોંંઢા ઉપર મરચાંની ભૂકી નાંખીને રૃા. ૩૫,૦૦૦ ભરેલા થેલાની લૂંટ કરવાની કોશિષ કરી હતી, વેપારીએ બુમાબુમ કરીને આરોપીઓનો પીછો કરતાં એક શખ્સ પકડાઇ ગયો હતો. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડ્રાયફૂટના વેપારીનું મોપેડ અટકાવીનેેે રૃા. ૩૫, ૦૦૦ ભરેલો થેલો લૂંટવાની કોશિષ કરી ઃ બુમાબુમ કરીને પીછો કરતા નંબર પ્લેટ વગરનું બાઇક મૂકી ભાગ્યા
આ કેસની વિગત એવી છે કે ઇન્દિરાબ્રિજ પાસે પેટ્રોેલ પંપ પાસેની ક્રિષ્ણધામ સોસાયટીમાં રહેતા અને કાલુપુર ચોખા બજારમાં ગણેશ ડ્રાફાયફૂટના નામથી વેપાર કરતા યોગેશભાઇ દેવનદાસ નાગપાલ (ઉ.વ.૨૪)એ શાહીબાગ પોલીસ સ્ટેેશનમાં રફીકખાન રહીમખાન માલિલા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે વેપારી ગઇકાલે દુકાન બંધ કરીને વકરાના રૃા. ૩૫,૦૦૦ ભરેલો થેલો મોપેડ ઉપર આગળ મુકીને ઘર તરફ જઇ રહ્યા હતા. જ્યાં ગઇકાલે રાતે ૧૦ વાગે શાહીબાગ રાજસ્થાન હોસ્પિટલ પાછળ, તેરાપંથ ભવનથી જૈન કોલાનીથી પસાર થઇ રહ્યા હતા.
આ સમયે નંબર પ્લેટ વગરના બાઇક ઉપર બેસીને ત્રણ શખ્સો આવ્યા હતા અને વેપારીને રોકીને તેમના મોપેડ આગળ મૂકેલા થેલાની લૂંટ ચલાવવાની કોશિષ કરી હતી ત્રણ પૈકી એક શખ્સે વેપારીના મોંઢા ઉપર મરચાંની ભૂકી નાંખી હતી આ સમયે વેપારીએ બુમાબુમ કરતાં આરોપીઓ બાઇક મૂકીને નાસી રહ્યા હતા. વેપારી તથા સ્થાનિક લોકોએ પૂછો કરીને એક આરોપીને ઝડપી પાડયો હતો અને શાહીબાગ પોલીસને સુપરત કર્યો હતો. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે લૂંટની કોશિષનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરીને ફરાર આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ejtgOZ
via IFTTT
إرسال تعليق