મેઘાણીનગરની પરિણિતાએ પૈસા ના લાવતા માર મારી પત્ની, દિકરાને મૂકી પતિ જતો રહ્યો

અમદાવાદ,શુક્રવાર

દહેજના દુષણના કારણે મેઘાણીનગરની મહિલાનો સંસાર છિન્નભિન્ન થઇ ગયો હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, પરિણિતાએ દસ લાખ આપ્યા બાદ વધુ રૃપિયા લાવવાની ના પાડતા  માર મારીને પત્ની તથા પુત્રને મૂકીને પતિ ઘર છોડીને જતો રહ્યો હતો.  આ બનાવ અંગે પૂર્વ મહિલા પોલીસે પતિ સહિત સાસરીને આઠ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહિને રૃા. ૫૦ હજાર પગારનું કહી સગાઇ કરી, ધંંધામાં નુકસાન  ગયું હોવાની વાત કરતા પત્નીએ પિયરમાંથી દસ લાખ  લાવી આપ્યા બાદ પણ સતત દહેજની માગણી

આ કેસની વિગત એવી છે, મેઘાણીનગરમાં પર્ણકૂંજ સોસાયટીમાં રહેતા સીમાબહેન અભિષેકભાઇ ગુપ્તાએ ઇસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં  વાડજ સોરાબજી કમ્પાઉન્ડમાં શિવ ટાવર ખાતે રહેતા પતિ અભિષેક રાજકુમાર ગુપ્તા સહિત સાસરીના આઠ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ૨૦૧૧માં સમાજની રિતી રિવાજ મુજબ લગ્ન થયા હતા. સગાઇ વખતે પતિ મહિને રૃા. ૫૦ હજાર પગાર હોવાની વાત કરી હતી. લગ્ન સમયે મહિલાના પિતાએ  દસ લાખની દાગીના તથા એક લાખ રોકડા અને ઘરવખરીનો સામાન આપ્યો હતો.  થોડા મહિના સુધી સારી રીતે રાખવાંમાં આવી હતી.

ત્યારબાદ ધધામાં નુકસાન થયું હોવાની વાત કરીને  પિયરમાંથી રૃપિયા લાવવા માટે દબાણ કરવાંમાં આવતું હતું. જેથી મહિલાએ એફડી તોડાવીને તેમજ પિયરમાંથી દસ લાખ લાવીને આપ્યા હતા. પતિ કોઇ કામ ધંધો કરતા ન હતા અને આખો દિવસ ઘરે બેસી રહેતા હતા.પતિએ વાહન તથા દાગીના વેચી દીધા હતા. દિકરાના અભ્યાસ માટ અને ઘરખર્ચ માટે રૃપિયા આપતા ન હતા  અને વધુ રૃપિયા નહી લાવી આપું તો મારી નાંખવાની ધમકી આપીને મહિલાને સાથે મારઝૂડ કરીને બાળક અને પત્નીને એકલી મુકીને પતિ ઘર છોડીને જતા રહ્યા હતા.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30VWcJE
via IFTTT

Post a Comment

أحدث أقدم