અસામાજિક તત્વો બેફામ ઃ મેમ્કો પાસે મધરાતે શ્રમજીવીઓના વાહનો સળગાવ્યા

અમદાવાદ,મંગળવાર

પૂર્વ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે, મધરાતે અસામાજિક તત્વો નિર્દોષ લોકોને રંજાળી રહ્યા છે. નરોડામાં મેમ્કો પાસે આવેલી ચાલીમાં ગઇકાલે મધરાતે શ્રમજીવી પરિવારના લોકોના વાહનો સગળાવ્યા હતા. અજાણ્યા શખ્સોએ વિક્રૃત આનંદ મેળવવા માટે આ કૃત્ય આચર્યું હતું. શહેર કોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિક્રૃત આનંદ મેળવવા અનિલ વકીલની ચાલીમાં રાતે ૨ વાગ પેટ્રોલ છાંટીને બાઇકો સગળાવતા દોડધામ મચી

આ કેસની વિગત એવી છે કે  નરોડા વિસ્તારમાં મેમ્કો પાસે આવેલી અનિલ વકીલની ચાલીમાં  રામદેવપીર  મંદિર પાસે રહેતા અને છૂટક મજૂરી કરતા દીલીપભાઇ બાબુભાઇ વાધેલા (ઉ.વ.૩૮)એ શહર કોટડા પોલીસ સ્ટેશન ખાતે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધીવી છે કે ગઇકાલ તેઓ જમી પરવારીને સૂઇ ગયા હતા. દરમિયાન રાતે બે વાગે આગ લાગી આગ લાગીની બુમો સાંભળીને સફાળા જાગી ગયા  અને બહાર આવીને જોયું તો તેમનું તથા તેમના પડોશમાં રહેતા વિપુલભાઇનું બાઇકને કોઇક વ્યક્તિએ જંવનશીલ પદાર્થ છાંટીને આગ ચાંપી દીધી હતી.

આ બનાવની જાણ થતાં ચાલીના રહીશો એકઠા થઇને વાહનોને આગ બુઝાવી રહ્યા હતા અને આ સમયે ફરિયાદી તથા પડોશી યુવક પણ દોડીને જઇને વાહન પર પાણી છાંટીને આગ બુઝાવી હતીં પરંતુ વાહન બળી ગયા હતા. આ બનાવ અંગે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી વધઉ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3p3uYdz
via IFTTT

Post a Comment

أحدث أقدم