અમદાવાદ,મંગળવાર
નરોડામાં જૂની અદાવત પાર પાડવા માટે આરોપીએ દંપતિ ઉપર જાહેરમાં હુમલો કર્યો હતો. જેમાં પતિની નજર સામે પત્નીને લાફો મારી દીધા બાદ પતિને ઢોર માર મારીને માથામાં ચાકુના ઘા માર્યા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપીને આરોપી ફરાર થઇ ગયો હતો.
પતિ-પત્ની બજારમાં ખરીદી કરવા આવ્યા હતા બન્ને પર હુમલો કર્યો ઃ આજે તો તને જવા દઉ છું ફરીથી મળીશ તો જાનથી મારી નાંખીશ કહી આરોપી ભાગી ગયો
આ કેસની વિગત એવી છે કે નરોડા ગામ વિસ્તારમાં માછલી સર્કલ પાસે પાશ્વૅનાથ શોપિંગ સેન્ટરમાં રહેતા અને દહેગામ રોડ ઉપર ખાનગી કંપનીમાં નોકરી કરતા રવિ કરણભાઇ વણઝારા (ઉ.વ.૨૦)એ મુઠીગામ વલ્લભભાઇની ચાલીમાં રહેતા રાહુલ રાજુભાઇ વણઝારા સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇ તા. ૧૨ના રોજ સાંજે યુવક અને તેની પત્ની ખરીદી કરવા માટે ગયા હતા અને નરોડા ગામમાં ફૂવારા સર્કલ પાસે વીસ રૃપિયા નામની દુકાન પાસે ઉભા હતા. આ સમયે અગાઉની તકરારને લઇને આરોપી તેમની પાસે આવ્યો હતો અને કંઇપણ બોલ્યા વગર ફરિયાદી યુવકની પત્નીને લાફો મારી દીધો હતો.
યુવક છોડાવવા વચ્ચે પડતાં ગાળો બોલીને તેને પણ જાહેરમાં ઢોર માર માર્યો હતો અને પગના માંજામાંથી ચાકુ કાઢીને યુવકના માથામાં ચાકુના ઘા મારી દીધા હતા જેના કારણે યુવક બેભાન હાલતમાં નીચે પડી ગયો અને લાહી નીકળવા લાગ્યું હતું. આ સમયે આરોપી આજે તો તને જવા દઉ છું ફરીથી મળીશ તો જાનથી મારી નાંખીશ કહી આરોપી ભાગી ગયો હતો. આ બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3226isP
via IFTTT
إرسال تعليق