અમદાવાદ,શનિવાર
દાણીલીમડા પોલીસે રાજસ્વી કેમિકલ કંપનીમાંથી ખેતીવાડીમાં વપરાતા સબસીડીયુક્ત યુરિયા ખાતરની રૃા. ૭૩,૫૫૪ની કિંમતની કુલ ૨૭૬ થેલીઓ સાથે કંપની મેનેજરની ધરપકડ કરી હતી અને કેેમિકલ કંપનીના માલિક સહિત બે સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગેરકાયદે સબસીડીયુક્ત યુરિયા ખાતરની રૃા. ૭૩,૫૫૪ની કિંમતની ૨૭૬ થેલીઓ કબજે કરી કેમિકલ કંપનીના માલિક સહિત બે સામે ગુનો નોંધ્યો
આ કેસની વિગત એવી છે કે દાણીલીમડા પોલીસે ચોક્કસ બાતમી આધારે ભારત ટ્રેડર્સની અંંદર પ્રભુદાસ એસ્ટેટમાં આવેલી રાજસ્વી કેમિકલ કંપનીમાં દરોડો પાડયો હતો અને કંપનીમાંથી ગેરકાયદે સબસીડીયુક્ત ખેતીવાડીમાં વપરાતા ગેરકાયદે યુરિયા ખાતરનો જથ્થો પકડી પાડયો હતો અને કંપનીના મેેનેજર જયેશભાઇ હાજુભાઇ સોલંકી (રહે ઃ બહેરામપુરા, જગદીશ પાર્ક સોસાયટી વિભાગ-૩ની અંદર સંસ્કૃત એપાર્ટમેન્ટ ) તથા ધનલક્ષ્મી એપાર્ટમેન્ટ મણિનગર ખાતે રહેતા કંપનીના માલિક પુષ્પરાજ નેમીચંદ રાજસ્વી સામે ગુનો નોંધીને કંપનીમાંથી ગેરકાયદે સંગ્રહકરી રાખેલો યુરિયા ખાતરની રૃા. ૭૩,૫૫૪ની કિંમતની કુલ ૨૭૬ થેલીઓ કબજે કરી હતી.
પોલીસ તપાસ કરતાં પકડાયેલા કંપની મેનેજર યુરિયા ખાતરનો જથ્થો રાખવા માટે બિલ સહિતના કોઇ પુરાવા રજૂ કરી શક્યા ન હતા, ખેતીવાડીમાં વપરાતા સબસીડીયુક્ત યુરિયા ખાતરનો જથ્થો કેમિકલ કંપનીમાં ગેરકાયદે વપરાશ માટે રાખ્યો હતો. આ જથ્થો કોની પાસેથી મેળવ્યો હતો અને કેટલા સમયથી આ ગોરખધંધો કરતા હતા, તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Fsd61G
via IFTTT
Post a Comment