નમસ્તે સર્કલ પાસે વૃધ્ધને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી મોપેડ ચાલક ફરાર

અમદાવાદ,શનિવાર

ટ્રાફિકથી ધમધતા શાહીબાગ રોડ ઉપર હિટ એન્ડ રનની વધુ એક ઘટના બની છે, જેમાં રોડ ક્રોસ કરી રહેલા વૃધ્ધને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી મોપેડ ચાલક ફરાર થઇ ગયો હતો. ટ્રાફિક પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ તેમજ મૃતકના વાલી વારસનોની પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. 

હાજીપુરા ગાર્ડન તરફથી  આવીને  વૃધ્ધ રોડ ક્રોસ  કરતા  હતા ઃ પૂર ઝડપે આવી રહેલા મોપેડ ચાલકે અડફેટે  લીધા ઃ સારવાર દરમિયાન મોત નીપજ્યું

આ કેસની વિગત એવી છે કે   માધુપુરા  લાખાજી કુવરજી હોલની બાજુમાં ગપ્પતપુરાની નવી ચાલીમાં રહેતા અને નમસ્તે સર્કલ પાસે ઇલકટ્રોનીક્સની દુકાન ધરાવતા પ્રવીણભાઇ પદમાજી પ્રજાપતિએ ટ્રાફિક એલ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મેોપેડ ચાલક સામે  ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૮ના રોજ સાંજે ૭.૩૦ વાગે એક અજાણ્યા વૃધ્ધ હાજીપુરા ગાર્ડન તરફથી ચાલતા ચાલતા આવતા આ સમયે શાહીબાગ પોલીસ કમિશનર કચેરી બાજુથી પૂર ઝડપે મોપેડ ચાલક આવી રહ્યો હતો.

જ્યાં નમસ્તે સર્કલ પાસે મોેપેડ ચાલકે વૃધ્ધને ટક્કર મારીને વાહન ચાલક ફરાર થઇ ગયો હતો, ગંભીર રીતે ઘાયલ વૃધ્ધને ફરિયાદીએ એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા, માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી સારવાર દરમિયાન  વૃધ્ધનું મોત થયું હતું. આ ઘટના અંગે એલ ટ્રાફિક ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન  ચાલક સામે ગુનો નોંધી મૃતક વૃધ્ધના વાલી વારસોની શોધખોળ હાથ ધરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eqGeum
via IFTTT

Post a Comment

Previous Post Next Post