ફડચામાં ગયેલા ૮૧ સહકારી બૅન્કોની રિકવરી ઝડપી કરવા આદેશ અપાયા



(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર

ગુજરાતની ફડચામાં ગયેલા ૮૧ બૅન્કોના બાકી રૂ.પિયાની રિકવરી કરવાની પ્રક્રિયાને ઝડપી કરવાની તમામ ફડચા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.જોકે બાકીદારોના કેસો કોર્ટમાં ચાલતા હોવાથી આ માટે કોઈ જ ડેડલાઈન આપવામાં આવી નથી. અત્યાર સુધીમાં ફડચામાં ગયેલા ૮૧ સહકારી બૅન્કોના છેલ્લે બાકી બોલતા રૂ. ૨૨૦૬ કરોડમાંથી રૂ. ૧૩૫૯.૪૩ કરોડની રિકવરી કરવામાં સફળતા મળી છે. હજીય રૂ. ૮૫૦ કરોડ જેટલી રકમની વસૂલી બાકી હોવાનું સહકારી ક્ષેત્રના અધિકારીઓનું કહેવું છે. સરેરાશ બૅન્કોમાં ૫૦ ટકાથી વધુ રિકવરી આવી ગઈ છે. 

રૂ.૨૨૦૬ કરોડની બાકી રકમમાંથી ૧૩૫૯ કરોડ વસૂલી લેવાયા, હ જી રૂ. ૮૫૦ કરોડથી વધુની વસૂલી બાકી

સહકારી અધિકારીઓનું કહેવું છે કેઆજે આ સંદર્ભમાં ગુજરાત સરકારના સહકાર કમિશનરે તમામ ફડચા અધિકારીઓની એક ઝૂમ મિટિંગ યોજીને તેમની રિકવરીની પ્રક્રિયા કેટલે પહોંચી છે તેની માહિતી લીધી હતી. આ પ્રક્રિયામાં કોઈ અવરોધ આવતા હોય તો તે દૂર કરવા માટે તેમના તરફથી કોઈ સૂચન હોય તો તે મોકલી આપવા પણ જણાવવામાં આવ્યું હતું. આજે બપોરે ત્રણ વાગ્યા પછી યોજવામાં આવેલી ઝૂમ મીટિંગમાં ફડચા અધિકારીઓ પાસે એક કરતાં વધ ફડચાની બૅન્કનો ચાર્જ હોવાની મુદ્દે પણ ચર્ચા થઈ હતી. પરિણામે કામગીરી થોડી મંદ પડતી હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. 

આ અધિકારીઓને તેમના રિકવરી માટેના એક્શન પ્લાન તૈયાર કરીને રજૂ કરવા પણ જણાવવામાં આવ્યું છે. રિકવરી બાકી હોય તેવા કેસમાં તેમની નવી પ્રોપર્ટી ધ્યાનમાં આવે તો તેના પર બોજે રજિસ્ટર કરાવી દેવા પણ જણાવવામાં આવ્યું છે. 

કઈ બૅન્કોની કેટલી રિકવરી હજી બાકી

બૅન્કનું નામ વસૂલવાની બાકી રકમ

અમદાવાદ અર્બન કોઓપરેટીવ બૅન્ક રૂ. ૫૦.૯૦ કરોડ

સૂર્યપુર કોઓપરેીટ બૅન્ક સુરત રૂ. ૪૮.૯૧ કરોડ

વિસનગર નાગરિક સહકારી બૅન્ક રૂ.૩૧૭ કરોડ

જનરલકોઓપરેટીવ બૅન્ક (અમદાવાદ) રૂ.૫૪.૮૩ કરોડ

ચરોત્તર નાગરિક સહકારી બૅન્ક રૂ. ૯૦ કરોડ

ડાયમંડ જ્યુબિલી બૅન્ક (સુરત) રૂ. ૧૫ કરોડ

બચતખાતાના નાણા ક્લેઈમ કરવા ન આવનારાઓ અંગે નિર્ણય લેવાશે

ફડચાની બેન્કમાં જેમના ક્લેઈમ મંજૂર થઈ ગયા હોય અને પૈસા લેવા ન આવ્યા હોય તેવા લોકોના ખાતાઓ અંગે પણ નિર્ણય લેવાની સૂચના આપવામાં આવી છે. ક્લેઈમ અંગે દરેક ખાતેદારને પત્ર લખીને જાણ કરી દેવામાં આવી છે. તેમ છતાંય ઘણી બૅન્કોમાં ખાતેદારોએ તેમની ખાતામાં પડેલી રકમ લેવા માટે આવ્યા જ નથી. તેમને પત્રથી જાણ કર્યાને બહુ લાંબો સમય થઈ ગયો હોવાથી તેમના નાણાં અંગે નિર્ણય લેવામાં આવશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3EoV8LV
via IFTTT

Post a Comment

أحدث أقدم