
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, ગુરૃવાર
સોલાર પાવર માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરનારાઓ અને ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સાથે બાવીસમી ડિસેમ્બરે તેમના જ નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં જીયુવીએનએલના મૅનેજિંગ ડિરેક્ટર મેનેજિંગ ડિરેક્ટર શાહમીના હુસૈને કરાર કર્તાઓના સવાલના જવામાં કહી દીધું હતું કે કરારને મુદ્દે કેમ ફેરવી તોલ્યું તેનો જવાબ આપવા હું બંધાયેલી નથી. આ અંગે લેવાયેલો નિર્ણય તે વખતના મંત્રી દ્વારા લેવાયેલો હતો. અમારે તે નિર્ણયનો અમલ જ કરવાનો હતો.
સોલાર પાવર માટે ૩૯૬૯ ઇન્વેસ્ટર્સ સાથે ૨૫૦૦ મેગાવોટ વીજળી પેદા કરવાના કરાર કર્યા બાદ ગ્રેડ પ્રમાણે કેપિટલ સબસિડીના ૨૫, ૩૦ અને ૩૫ ટકા રકમ તથા વ્યાજ સબસિડીના સાત ટકાને મુદ્દે સરકારે મારેલી ગુલાંટના મુદ્દે કરાર કરનરાઓ દ્વારા ઊઠાવવામાં આવેલા સવાલના જવાબમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટરને ઉપર મુજબ જવાબ આપી હાથ ઊંચા કરી દીધા હતા.પરિણામે ગુજરાત સરકાર સાથે ૨૫૦૦ મેગાવોટ વીજળી માટે રૃા. ૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરવા કરારબદ્ધ થયેલા ઇન્વેસ્ટર્સ ગિન્નાયા હતા.
ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાએ પણ કહ્યું હતું કે ૩૩ લાખ એમએસએમઈમાંથી ૪૦૦૦ એમએસએમઈની વાત નહિ સ્વીકારવામાં આવે તો શું ફરક પડી જવાનો છે. જોકે તેમના થકી અંતરિયાળ ગામડાંના વિસ્તારોમાં રોજગારીની નવી તક નિર્માણ થવાની શક્યતાથી મનરેગા પાછળ સરકારે કરવા પડતા ખર્ચમાં રાહત પણ મળી શકશે તેવી દલીલ સોલાર પાવરમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારાઓએ કરી હતી.
સોલાર પાવર માટે યુનિટે રૃા. ૨.૮૩ના ભાવથી કરાર કર્યો છે. સરકારે આ વીજળી જતી કરવી છે, તેની સામે ખાનગી એક્સચેન્જમાંથી રૃા. ૪.૯૯ના ઊંચા ભાવે વીજળી ખરીદવામાં આવી રહી છે. આ અંગેની સોલાર પાવરના કરાર કરનારાઓની દલીલનો કોઈ જ જવાબ મિટિંગમાં હાજર ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા કે જીયુવીએનએલના મેનેજિંગ ડિરેક્ટર શાહમીના હુસૈને આપ્યો નહોતો.
(દોઢ કોલમ બોક્સ)
છ મહિના સુધી ઊંઘતું રહેલું ગુજરાત
ચેમ્બર અત્યારે એકાએક કેમ જાગ્યું
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
સોલારના પાવર પરચેઝ એગ્રીમેન્ટના વિવાદમાં છ મહિના સુધી મૌન સેવીને આજે એકાએક ચેમ્બર કરાર કરનારાઓને પડખે રહેવાની તૈયારી દર્શાવી તેથી સોલારના કરાર કરનારાઓ નારાજ થયા હતા. તેમણે સવાલ કર્યો કે નાના ઉદ્યોગ સાહસિકોને સરકારે પકડીને જેલમાં નાખ્યા ત્યારે ગુજરાત ચેમ્બર ક્યાં હતું. ગુજરાત ચેમ્બરની સોલાર પાવર અંગેની કમિટીને સભ્ય કરણ દંગાયચે સોલાર પાવરના કરાર કરનારાઓનો સંપર્ક કરતાં તેમણે આકરો પ્રતિભાવ આપ્યો હતો. આમ જ ચાલશે તો ગુજરાત ચેમ્બર માત્ર ગણ્યાગાંઠયા લોકોનું જ ચેમ્બર બની જશે તેવો ટોણો પણ સોલાર પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરનારાઓએ માર્યો હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3z40IT1
via IFTTT
إرسال تعليق