ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા સુરેન્દ્રનગરની યુવતીનું મોત


બાવળા-બગોદરા હાઇવે પર કલ્યાણગઢ ગામ પાસેને બનાવ

ટ્રકનો ચાલક અકસ્માત સર્જી ઘટનાા સ્થળ પરથી ફરાર : અકસ્માતમાં ભાઇનો આબાદ બચાવ

બગોદરા : બાવળા-બગોદરા હાઇવે પર ટ્રક ચાલકે બાઇક સવારને ટક્કર મારતા સુરન્દ્રનગરની યુવતીનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં બાઇક પર સવાર યુવક ઇજાગ્રસ્ત થતા સારવાર માટે બગોદરાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામાં કારનો ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો છે. બગોદરા પોલીસે ટ્રચ ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગરના જૈન પરીવારના ભાઇ-બહેન અમદાવાદથી પરત ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન બાવળા બગોદરા હાઇવે પર કલ્યાણગઢ ગામ નજીક પુરઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે બાકને ટક્કર મારતે બંને ભાઇ બહેન રોડ પર પટકાયા હતા. જેમાં સલોની શ્રૈયાન્સભાઇ શાહ (ઉં.વ.૨૩)નું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે યુવતીના ભાઇ નીસર્ગ શ્રેયાન્સભાઇ શાહ (ઉ.વ.૨૯, રહે. શારદા સોસાયટી, સુરેન્દ્રનગર)ને ઇજા થતાં ૧૦૮ એમ્બ્લુન્સમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર માટે બગોદરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવમાં કારનો ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ બગોદરા પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ પી.એમ માટે બગોદરા આરોગ્ય કેન્દ્ર પર ખસેડી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DaAjUb
via IFTTT

Post a Comment

Previous Post Next Post