
ડી.વાય.એસ.પી. દ્વારા પ્રકરણની નોંધ લેવાઈ
બાવળાથી સાણંદ ચોકડી, ઢેઢાળ ચોકડી, આદરોડા ચોકડી સહિતના વિસ્તારોમાં ચકાસણી કરાશે
અમદાવાદ જીલ્લાના બાવળા હાઈવે પર ઢેઢાળ ચોકડી પર મોડી સાંજથી માંડી વહેલી સવારે પોલીસ અધીકારીના નામે વાહન ચાલકો પાસેથી એન કેન પ્રકારે પૈસા પડાવતા હોવાની વાહન ચાલકોમાં ફરીયાદો ઉઠી રહી છે જેમા સાણંદ ચોકડી રેલ્વે ફાટક, ઢેઢાળ ચોકડી, આદરોડા ચોકડી પર મોડી સાંજથી વહેલી સવાર સુધી જી.આર.ડી. તથા પોલીસમાં કોઈ હોદો ન ધરાવતા હોય તેવા પોલીસના નામે અંગત માણસો દ્વારા ડમ્પર, ઘાસ ભરીને નીકળતા વાહનો પાસેથી એનકેન પ્રકાર અમુક નંબરના ટોકન આપી ૨૦૦થી ૨૦૦૦ રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે. જેના કારણે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. સાણંદ ચોકડી પર ટ્રાફીક પોલીસની ચોકી પણ આવેલી છે.
ધોળકા ડીવાયએસપી દ્વારા ઓચીંતુ ચેકીંગ હાથ ધરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે. ઉપરાંત ધોળકાના સહીજ ગામ પાસે, ખાનપુરના પાટીયા પાસે પણ મોડી સાંજથી વહેલી સવાર સુધી પોલીસમાં ન હોય તેવા માણસો પોલીસના નામે પૈસા પડાવવા હોવાની ઘાસ ભરીને નીકળતા વાહનો ચાલકોમા ફરીયાદ ઉઠી છે ત્યારે આ બધુ પી.આઈ.ની રહેમ રાહે ચાલતું હોવાનું ચર્ચાય છે ત્યારે જોવું રહ્યું કે ડીવાયએસપી કાર્યવાહી કરે છે કે પછી આખ આડા કાન કરે છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xCU5qd
via IFTTT
Post a Comment