અમદાવાદ,તા.01 ડિસેમ્બર 2021,બુધવાર
સરદારનગર પોલીસ લાઇનવાળા રોડ પર ગઇકાલે મ્યુનિ.તંત્ર દ્વારા રોડ રિસરફ્રેશની કામગીરી કરવામાં આવી હતી. તેમાં કાર પાર્ક હતી તે રોડ છોડી દેવાયો હતો. આ જોઇને સ્થાનિક રહીશોએ આશ્ચર્યની અનુભૂતી સાથે તંત્ર સમક્ષ માંગણી કરી છેકે કામમાં આવી બેદરકારી ન દાખવો, રોડ પુરેપુરો રિસરફ્રેસ કરો.
મ્યુનિ.તંત્રમાં રોડના કામોમાં કેવી બેદરકારીઓ દાખવવામાં આવતી હોય છે તેમું ઉદાહરણ સરદાર નગરમાં જોવા મળશે. સરદાર નગરના મુખ્ય રોડ પર આવેલી પોલીસ લાઇન તરફના રોડ પર જે રોડ રિસરફ્રેશનું કામ થયું હતું. તેમાં બેદરાદારી જોવા મળી છે.
આ અંગે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ રોડના આ કામમાં દિવાલને અડીને કાર પાર્ક હતી તેને હટાવવાની તસ્દી લેવાઇ નથી. ઉતાવળમાં રાત્રે ડામર પાથરીને કોન્ટ્રાક્ટરો જતા રહ્યા છે. મ્યુનિ.તંત્રના કોઇ અધિકારીનું પણ સુપરવિઝિન ન હોવાના કારણે આ પ્રકારની ખામીઓ રોડના કામમાં જોવા મળતી હોય છે.
પૂર્વ અમદાવાદમાં ખાસ કરીને સ્લમ વિસ્તાર, પછાત વિસ્તાર અને શ્રમિકો રહે છે તેવા વિસ્તારમાં કોઇ બાલનાર ન હોવાથી આ પ્રકારની ભુલો જાણી જોઇને કરવામા ંઆવી રહી હોવાનો પણ રહીશો આક્ષેપ કરી રહ્યા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3odvJAj
via IFTTT
إرسال تعليق