
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, ગુરૃવાર
પગના નડાં પરની ચામડી પરના કાળાં ડાઘ દૂર કરવાની સારવાર કરી આપવાને નામે ઇન્જેક્શનથી લોહી ખેંચવાની કહેવાતી સારવાર આપીને કહેવાતા યુનાની ડૉક્ટરે યુવાન પાસે ૨૦ મિનિટ સારવારના રૃા. ૩.૨૫ લાખ ટ્રીટમેન્ટ પેટે માગ્યા હતા. એકવાર ઇન્જેક્શનથી સારવાર આપવાના રૃા. ૩૫૦૦ થશે તેમ જણાવીને સારવારનો આરંભ કરવામાં આવ્યો હતો. આ સારવાર દરમિયાન પગના નડાં પરની કાળી ચામડીની આસપાસથી થોડું થોડુ ંલોહી ખેંચીને એક કાગળ પર તેના ૯૦ જેટલા ટીપાં બતાવીને એક ટીપાના રૃા. ૩૫૦૦ને હિસાબે સવા ત્રણ લાખ રૃપિયાની માગણી કરતાં યુવાન ચોંકી ઊઠયો હતો.
વાસ્તવમાં ચારપાંચ વાર લોહી ખેંચીને સારવાર આપશે તો રૃા. ૧૫થી ૧૬ હજારનો ખર્ચ થવાની ગણતરી યુવાન માંડી બેઠો હતો. પરંતુ કહેવાતા ડૉક્ટરને વૈષ્ણોદેવી પાસે આવેલા ગાલો હેવનમાં ભાડાંના ફ્લેટમાં રહેતા યુવાનને સારવાર આપવા માટે રૃા. ૩.૨૫ લાખ માગ્યા હતા. પરિણામે રાજસ્થાનથી આવેલા યુવાને તેની પાસે ઘરમાં આટલી મોટી રકમ ન હોવાનુ ંજણાવ્યું હતું. ત્યારે સારવાર આપવા આવેલા કહેવાતા ડૉક્ટરે બિલ લીધા વિના જશે જ નહિ તેવી ચીમકી આપી હતી. પરિણામે ગભરાયેલા યુવાને જોધપુર તેના પિતા સાથે કહેવાતા ડૉક્ટરને વાત કરાવી હતી. ડૉક્ટરે તેના પિતા સાથે વાત કરતાં જણાવ્યું હતુંક ે મે તમારા પુત્રને પહેલાથી જ જણાવ્યું હતું કે એકવાર લોહી ખેંચીને સારવાર આપવાના રૃા. ૩૫૦૦ થશે. તેના પર ૨૦ મિનિટમાં ૯૦ વાર આ પ્રોસિજર કરી છે. તેથી તેણે રૃા. ૩.૨૫ લાખ ચૂકવવાના થાય છે.
રાજસ્થાનના જોધપુરથી બિઝનેસના હેતુથી અમદાવાદ આવેલો યુવાન વૈષ્ણોદેવી પાસે ગાલા હેવનમાં ભાડાંના ઘરમાં રહેતો હતો. તેના પગલાં કાળા ંડાઘ પડવા માંડતા તેની ચિંતા વધી હતી. પરંતુ તે રોજ સવારે નાસ્તો કરવા માટે બે મકાન દૂર ચાલતી નાસ્તાના લારી પર ગયો ત્યારે એક અજાણ્યા યુવાને તેને કહ્યું હતુ ંકે તને પગમાં કાળાં ડાઘ પડી ગયા છે. મને પણ તેવા ડાઘ પડયા હતા. તેની સારવાર કરાવવી હૌય તો હું એક જણને ઓળખું છું. આ યુવાન પણ નાસ્તો કરવા સમયે સમયે આવતો હોવાથી તેના ચેહેરાથી જોધપુરથી બિઝનેસ માટે અમદાવાદ આવેલો યુવાન પરિચિત હતો. તેથી તેની વાતમાં આવી ગયો હતો.તેની વાતથી પ્રભાવિત થયેલા જોધપુરના યુવાનને તે અજાણ્યા યુવાને ે ફોન નંબર આપતા તેણે તે ફોન નંબર લગાડયો હતો. આ ફોન નંબર પર વાત કરનાર પોતે યુનાનિ ડૉક્ટર હોવાનો દાવો કર્યો હતો અને સારવાર આપવાની તૈયારી દર્શાવી હતી. તેથી જોધપુરથી બિઝનેસ માટે આવેલા યુવાને તેનું સરનામું આપતા તે કહેવાતો ડૉક્ટર તેના ઘરે ગયો હતો. તેણે પગના નડાંના ભાગ પર પડેલા કાળાં ડાઘની આસપાસના ભાગમાંથી ઇન્જેક્શનથી થોડું થોડું લોહીં ખેંચીને કાગળ પર તેના સ્પોટ પાડયા હતા. આ સ્પોટ ૯૦ થઈ જતાં તેણે રૃા. ૩.૨૫ લાખનું બિલ માગ્યું હતું.
બિલ ન ચૂકવે ત્યાં સુધી ઘરમાંથી જશે નહિ તેમ જણાવ્યું હતું. પરંતુ છોકરાઓ પાસે ઘરમાં ૧૦૦૦૦થી વધુ રકમ ન હોવાથી તેમણે પિતાને ફોન જોડયો હતો. તેમણે ડૉક્ટરની સારવારની વાત કરી હતી. ત્યારબાદ તેમણે પિતાને ડૉક્ટર સાથે પણ વાત કરાવી હતી. પંરતુ ડૉક્ટરે તે રકમ માગવાનો આગ્રહ રાખ્યો હતો. પૈસા મળે તે પછી જ નીકળવાની સૂચના આપીને તે પોતાના સહાયકને ત્યાં મૂકી ગયો હતો. છોકરાએ તેના પિતા પાસે એટીએમમાં પૈસા જમા કરાવડાવીને એકવારમાં મહત્તમ રૃા. ૨૦,૦૦ ૦ ઉપાડ કરી શકાય તેટલાનો ઉપાડ કરીન ેતેના આસિસ્ટન્ટને રૃા. ૨૦૦૦૦ આપ્યા હતા. ત્યારબાદ બાકીના પૈસા લેવા માટે તે દોઢ કલાકમાં આવે છે તેમ જણાવીન ેતે ચાલ્યો ગયો હતો.
આ સ્થિતિમાં તેના પિતાએ તેમના અમદાવાદ ખાતેના બિઝનેસ સંપર્કને તેની જાણ કરીન ેપુત્રને મદદ કરવા વિનંતી કરી હતી. તેથી તેમના બિઝનેસ સંપર્કે તેમના ઘરે ગાલા હેવન ખાતેના તેમના ઘરે જઈને તેમને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે પહોંચે તે પૂર્વે જ કહેવાતો યુનાની ડૉક્ટર રૃા. ૨૦,૦૦૦ લઈને નીકળી ગયો હતો. આ ડૉક્ટરે બાકીને પૈસા લેવા માટે દોઢ કલાક પછી તે પાછો આવશે તેમ જણાવ્યુ ંહતું. પરંતુ દોઢ કલાક પછી તેણે ફોન કરીને પૈસાની માગણી કરી હતી. પરંતુ અમદાવાદના બિઝનેસમૅને યુવાનને શીખવ્યુ ંહતું કે તેની પાસે પૈસા નથી. તેઓ બિલ આપશે તો તેમના મેડિક્લેઈમમાં મૂકીને તેઓ બાકીને ત્રણ લાખ ચૂકવી આપશે. પરંતુ કહેવાતા યુનાની ડૉક્ટરે બિલ તો રકમ ચૂકવાયા પછી આપવાની વાત કરી હતી. જોકે ત્યારબાદ તે કહેવાતો યુનાની ડૉક્ટર કે તેનો સહાયક નાણાં લેવા ફરક્યો જ નહોતા. તેણે ફોન કરીન માત્ર પૈસાની ઉઘરાણી કરી હતી. ત્યારબાદ ફોન પણ કર્યો નથી. સંભવતઃ ડૉક્ટરની ડિગ્રી પણ ન ધરાવતા બોગસ ડૉક્ટરે આ ફ્રોડ કર્યો હોવાનું માનવામાં આવે છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3F4dZx8
via IFTTT
Post a Comment