
પાંડાતીર્થ ગામના રહેવાસીનું અગમ્ય મૃત્યુ થતાં ચકચાર મચી
હળવદ : હળવદ શહેરના રેલ્વે સ્ટેશન રોડ નજીક આવેલા જીન વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં એક આધેડનું મોત થયું હતું. જેની જાણ થતાં તાત્કાલિક મૃતદેહ હળવદની સરકારી હોસ્પિટલ ખસેડી પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. અગમય કારણોસર મોત થયાનું જાણવા મળ્યું છે.
હળવદ તાલુકાના પાંડાતીર્થ ગામના રહેવાસી અશોકભાઈ ત્રિકમભાઈ તડવી (ઉ.વ.૪૫) નામના આધેડનું હળવદ રેલ્વે સ્ટેશન પાસે આવેલ જુના જીન વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં અગમ્ય કારણોસર મોત થયું હતું. બનાવને પગલે મૃતદેહને પીએમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. હળવદ પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3odgA1R
via IFTTT
Post a Comment