અમદાવાદ,તા.18 ડિસેમ્બર 2021,શનિવાર
અમદાવાદ જિલ્લામાં આજે રવિવારે ૩૬૨ ગામોમાં ગ્રામપંચાયતની ચૂંટણી યોજાશે .જેમાં સરપંચપદ માટે ૧,૧૭૯ અને વોર્ડ સભ્ય માટે ૩,૯૬૦ ઉમેદવારો મેદાનમાં છે. જિલ્લામાં ૮૬૬ મતદાન કેન્દ્રો ઉભા કરાયા છે. ૫,૦૨૭ પોલિંગ સ્ટાફ અને ૨,૭૨૫ પોલીસ જવાનોને તૈનાત કરાયા છે. જિલ્લામાં ૩૭૧ સંવેદનશીલ બુથ છે, ૯૭ બુથ અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે.
શનિવારે વહિવટી તંત્ર દ્વારા આખો દિવસ મતદાનને લગતી કામગીરી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ૧,૦૯૪ મોટી મતપેટીઓ, ૧૨૩ નાની મતપેટી મળીને કુલ ૧,૨૧૭ મતપેટી રવાના કરાઇ હતી.કુલ ૯ સેન્ટરોમાં ડિસ્પેચિંગ અને રિસિવિંગની કામગીરી થઇ હતી.
જિલ્લામાં કુલ ૭,૫૨,૭૨૦ મતદારો છે, તેમાં ૩,૯૧,૫૯૬ પુરૂષ મતદારો અને ૩,૬૧,૧૨૪ સ્ત્રી મતદારો નોંધાયેલા છે. રવિવારે સવારે ૭ વાગ્યે મતદાન શરૂ થશે જે સાંજના ૬ વાગ્યા સુધી ચાલશે. તા.૨૧ ડિસેમ્બરને મંગળવારે મતગણતરી યોજાશે. બેલેટ પેપરથી મતદાન થનાર છે. ૭૮ ચૂંટણી અધિકારી અને બીજા ૭૮ મદદનીશ ચૂંટણી અધિકારી ચૂંટણીની કામગીરી સંભાળશે.
નોંધપાત્ર છેકે જિલ્લામાં કુલ ૪૧૦ ગામોની ચૂંટણી યોજવાની હતી. જેમાંથી ૩૩ ગામો સંપૂર્ણપણે સમરસ જાહેર થયા છે. સરપંચપદ માટે ૧,૯૬૭ અને સભ્યપદ માટે ૬,૫૬૩ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ફોર્મની ચકાસણીમાં અનુક્રમે ૩૨ અને ૧૪૩ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા.
ઉમેદવારી પરત ખેંચવાના દિવસે અનુક્રમે ૭૦૫ અને ૭૫૯ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી. ચૂંટણી પહેલા જ ૫૧ સરપંચ અને ૧,૭૦૧ વોર્ડ સભ્ય બિનહરિફ જાહેર થયા હતા. આજે જિલ્લાના ૩૫૧ ગામોમાં સરપંદ પદની ચૂંટણી યોજાશે. બાકીના ગામોમાં સરપંચ બિનહરિફ થયા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33GGdAi
via IFTTT
Post a Comment