અમદાવાદ,શુક્રવાર
વસ્ત્રાલમાં રહેતા યુવકને ઇન્ફાર્મન્ટ ડાયરેકટોરેટ (ઇ.ડી. ડિપાર્ટમેન્ટ)માં નોકરી અપાવવાની લાલચ આપીને ગઠિયાએ રૃા. ૧૯ લાખ પડાવ્યા હતા. આરોપીએ વિશ્વાસ કેળવવા માટે સ્ટાફ સિલેકશન પરીક્ષાનું બનાવટી એડમીટ કાર્ડ અને નકલી આઇ કાર્ડ આપીને અલગ અલગ બહાના બતાવી રૃપિયા પડાવ્યા બાદ ગઠિયો ગુજરાત છોડી નાસી ગયો હતો. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સ્ટાફ સિલેકશન પરીક્ષાનું બનાવટી એડમીટ કાર્ડ અને નકલી આઇ કાર્ડ આપીને અલગ અલગ બહાના બતાવી રૃપિયા પડાવીને ગઠિયો ગુજરાત છોડી નાસી ગયો
આ કેસની વિગત એવી છે કે વસ્ત્રાલ વિસ્તારમાં દેવસ્ય સ્કૂલ પાસે શિવ શાંતિ સોસાયટીમાં રહેતા અને લેબર કોન્ટ્રાક્ટરની કામગીરી કરતા વિવેકભાઇ વિનોદસિંગ રાજપુત (ઉ.વ.૩૨)એ રામોલ પોલીસ સ્ટેશનમાં કમલેશ રાજેન્દ્ર શર્મા સામે ગુનો નોધાવ્યો છે કે આરોપીની પત્ની અને ફરિયાદીની પત્ની સાથે અભ્યાસ કરતા હોવાથી ઘરે આવતા જતા હોવાથી પરિચય કેળવાયો હતો. પોતે આઇબીમાં નોકરી કરતા હોવાની વાત કરી હતી અને તેમને ઇ.ડી.માં સ્ટાફ કમિટીમાં સારુ સેટીિંગ હોવાની વાત કરીને ઇ.ડી. વિભાગમાં નોકરી અપાવી આપવાની વાત કરી હતી.
પરીક્ષા આપી ન હતી તેમ છતાં આરોપીએ એડમીટની ફરિયાદીના ફોટા સાથેની ઝેરોક્ષ નકલ આપી હતી જેમાં ૨૦૧૭માં પરીક્ષા કેન્દ્ર સહિતની વિગતો આપીને પ્રથમ રૃા. પાંચ લાખ લીધા હતા. ત્યારબાદ સરકારી નોકરી માટે રૃા.૭૫,૦૦૦ના બોન્ડ ભરવા પડશે અને અલગથી રૃા. ૨૫,૦૦૦૦ ખર્ચ થશે તેમ કહીને બોન્ડની પ્રોસેજર પેટે રૃા. ૧,૦૦,૦૦૦ લીધા હતા. આમ અલગ અલગ બહાના બતાવીને એક સમયે તો ઇ.ડીની ઓફિસ લઇ જઇને ફરિયાદીને બહાર ઉભા રાખીને થોડી વારમાં બહાર આવીને ટ્રેનીગ લેવા માટે ઓફર લેટર અપાવવાની વાત કરી હતી. આમ ફરિયાદીને અવાર નવાર બહાના બતાવીને આજદીન સુધીમાં રૃા. ૧૯ લાખ પડાવ્યા બાદ આરોપી આરોપી રાજસ્થાન ભાગી ગયો હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3svqEG7
via IFTTT
Post a Comment