
નિરજ આર્યએ બોગસ બિલિંગના માધ્યમથી રૂા. 31.09 કરોડની ખોટી વેરાશાખ લઈને ડિપાર્ટેન્ટને ચૂનો લગાડયો
અમદાવાદ : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના બોગસ બિલ બનાવવાના કૌભાંડમાં સંડોવાયેલો નિરજ જયદેવ આર્ય છાતીમાં દુખાવો તતો હોવાની ફરિયાદ કરીને માંદગીને નામે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપે તે પૂર્વે જ તે ફરાર થઈ જતાં દોડધામ મચી ગઈ છે.
જોકે ત્યારબાદ તે નડિઆદ જઈને એક હોસ્પિટલમાં એડમિટ થઈ ગયો હોવાનું જાણવા મળતા મામલો શાંત પડયો છે. માંદગીને નામે તેને પહેલા રાજકોટની હોસ્પિટલમાં એડમિટ કર્યા બાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.
ગત 19મી નવેમ્બરે ઉત્કર્ષ ગુ્રપની કંપનીઓના પ્રમોટર નિરજ જયદેવ આર્ય અન ેતેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હિમાંશુ ચંદ્રેશ ચોમલના સ્થળે દરોડા પાડવામાં આવ્યા ત્યારે તેમણે બોગસ બિલિંગના માધ્યમથી રૂા. 31.09 કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ-વેરાશાખ મેળવી લીધી હોવાનું પકડાયું હતું.
આ દરોડા દરમિયાન જીએસટી અધિકારીઓએ તેમની કંપનીનો સ્ટોક, ફેક્ટરીનો શેડ, બિલ્ડિંગ, પ્લાન્ટ ્નેમ શીનરી તથા બૅન્ક એકાઉન્ટમાં પડેલી રકમ મળીને રૂા. 12.0 કરોડની ફિક્સ્ડ ડિપોઝીટને ટાંચ લગાડી હતી. નિરજ જયદેવ આર્યની માલિકાના કુલ સાત પ્લોટ પરમ કામચલાઉ ટાંચ લગાડી દેવામાં આવી છે.
ગુજરાત સરકારના જીએસટી વિભાગે અત્યાર સુધીમાં બોગસ બિલિંગના કૌભાંડમાં 78 જણની ધરપકડ કરી છે. તેમ જ તેમની પાસેથી રૂા. 300 કરોડથી વધુની વેરાશાખ રિકવર કરી લેવામાં આવી છે. ભાવનગરની માધવ સ્ટીલ કોપર લિમિટેડ, કોઠી સ્ટીલ લિમિટેડ તથા રાજકોટની ઇસ્પિત એલએલપી દ્વારા કરવામાં આવેલા બોગસ બિલિંગના કૌભાંડને પકડી પાડવામાં સફળતા મેળવી છે. આ સાથે જ પોતાના ઓળખકાર્ડ કે પાન કાર્ડ અથવા તો આધાર સહિતના પુરાવાઓ ધન મેળવવાની લાલચમાં કોઈને ન આપવા પણ ગરીબ જનતાને સરકારી તંત્રએ અનુરોધ કર્યો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o6QqOh
via IFTTT
إرسال تعليق