
સાબરમતી નદીમાં ગંદૂ પાણી છોડી
તંત્રની કામગીરી સામે અરવિંદ લિમિટેડની અરજી, કંપની દ્વારા છોડાતા પાણીમાં મરક્યુરી સહિતનાં તત્વો
અમદાવાદ : સાબરમતી નદીમાં પ્રદૂષણ સામે ગુજરાત હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોટો કાર્યવાહીના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશને પાણી, ગટર અને વીજળી કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરી છે. આ કામગીરી સામે અરવિંદ લિમિટેડે રાહત માટે અરજી કરી છે. જેમાં હાઇકોર્ટે કંપનીને આજે કોઇ રાહત આપી નહોતી અને કોર્પોરેશનને તેમની ઝુંબેશ ચાલી રાખવા સૂચના આપી હતી.
અરવિંદ લિમિટેડ દ્વારા આજે પાણીના સેમ્પલની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા અને કોર્પોરેશનની કામગીરી સાથે રાહત માગવામં આવી હતી. જો કે હાઇકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને તેમની ઝુંબેશ ચાલુ રાખવા કહ્યું હતું. આ ઉપરાંત કોર્ટે ટકોર કરી હતી કે પ્રદૂષણના કારણે સાબરમતીની હાલની પરિસિૃથતિ નર્કાગાર જેવી છે. આ ઉપરાંત અરવિંદ લિમિટેડને ટકોર કરી હતી કે તેમની કંપની નામના ધરાવે છે અને તેમણે ઉદાહરણરૂપ બને તેવી કામગીરી કરવી જોઇએ.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o4UM8D
via IFTTT
إرسال تعليق