બોટાદ-અમદાવાદ વચ્ચેની નવીન બ્રોડગેજ રેલવે લાઈન પર માલગાડી દોડાવી ટેસ્ટિંગ શરૂ કરાયું


- બાવળા રેલવે લાઇન પર પ્રથમવાર માલગાડી દોડતા ટોળાં ઉમટયાં

બાવળા, બગોદરા : અમદાવાદ મીટર ગેજ રેલવે લાઈનને બ્રોડગેજમાં ફેરવવા નું કામ હાલ પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે આજથી આ બ્રોડગેજ  રેલવે લાઈન ઉપર પ્રથમ માલગાડી દોડાવી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા નિમત ભાવનગર ડિવિઝન પશ્ચિમ રેલવેના બોટાદ-અમદાવાદ રૂટ પર પ્રથમ માલગાડીનો પ્રારંભ તા.૨૮ નવેમ્બર રવિવારથી કરવામાં આવ્યો છે. તબક્કાવાર માલગાડી આ નવીન રેલવે ટ્રેક ઉપર દોડાવવામાં આવશે. ત્યારબાદ રેલવેના જવાબદાર અધિકારીની લીલીઝંડી મળી ગયાં બાદ જ મુસાફર ટ્રેન દોડાવવાની શરૂઆત કરવામાં આવશે. બોટાદથી અમદાવાદ તરફ નવીન બ્રોડગેજ રેલવે લાઈન પરથી માલગાડી ધોળકાથી પસાર થતાં તેને નિહાળવા લોકો એકઠા થયા હતા અને ખુશી વ્યક્ત કરી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3I3uR8W
via IFTTT

Post a Comment

أحدث أقدم