બાવળાના નવા વણકરવાસમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યાં


- સમસ્યાનો નિકાલ નહીં આવે તો આંદોલનની ચિમકી

- અનેકવાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતી ઠેરની ઠેર : મચ્છરજન્ય રોગચાળો વકરવાની ભીતિ

બાવળા : બાવળા શહેરમાં નવા વણકરવાસમાં અવારનવાર ગટરનું પાણી રસ્તા પર ફરી વળે છે જેના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવની ભીતિ સેવાઇ રહીં છે. ગટરનું પાણી રસ્તા પર ફરી વળતા રસ્તા પરથી પસાર થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

બાવળા નગરપાલિકા વિસ્તારમાં આવેલા નવા વણકર વાસ ખાતે છેલ્લા ર૦થી ર૫ દિવસથી ગટર લાઈનમાંથી ગટર લાઇનનું ગંદુ પાણી બહાર આવે છે અને ખુબજ દુર્ગંધ આવે છે. વાંરવાર ગંદાપાણીના લીકેજના કારણે મેલરીયા, ડેંગયુ, ચિકનગુનીયા, જેવી બીમારી ફેલાવાની ભીતિ સેવાઇ રહી છે. સ્થાનિકો દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને અનેકવાર રજૂઆત કરવા છતાં આ ગંદા પાણીનો નિકાલ આવ્યો નથી. ત્યારે ગટરના પાણીની સમસ્યનો યોગ્ય નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચિમકી રહીશો દ્વારા ઉચારવામાં આવી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dd6E29
via IFTTT

Post a Comment

أحدث أقدم