જીએસટીની કલમ ૧૨૯ હેઠળ ટેક્સ પેનલ્ટી ભરી માલ છોડાવવાની તક આપતા નથી

    

(પ્રતિનિધિત તરફથી) અમદાવાદ,શુક્રવાર

ઇ-વે બિલ સાથે માલ લઈ જતી ટ્રકમાં દર્શાવ્યા કરતાં થોડો માલ પણ વધારો હોય તો તેવા સંજોગોમાં તેને જીએસટી એક્ટની કલમ ૧૨૯માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ ૧૪ દિવસમાં પેનલ્ટી અને ટેક્સ જમા કરી દેવાની મળતી તક ન આપીને જીએસટીના અધિકારીઓ ેતમની ટ્રક કલમ ૧૩૦  હેઠળ કોન્ફિસ્કેટ કરી લઈન ેદિવસોના દિવસો સુધી કોઈ જ કાર્યવાહી ન કરીને વેપારી આલમની હાલાકી વધારી રહ્યા છે. 

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નિયમ મુજબ મોબાઈલ સ્કવૉડ દ્વારા કોઈ ટ્રકને રોકવાાં આવે તો તેમણે પહેલા તો એમઓવી-૧ અને એમઓવી-૨ ફોર્મ આપવું પડે છે. તેમાં તેઓ ગાડી વેરિફિકેશન માટે રોકી રહ્યા હોવાનું જણાવવું પડે છે. માલ લઈ જતી ટ્રકને ૩ દિવસથી વધુ સમય સુધી રોકવાની હોય તો તેમણે એમઓવી-૩  નંબરનું ફોર્મ ઇશ્યૂ કરવું પડે છે. ત્યારબાદ  એમઓવી-૪ નંબરનું ફોર્મ આપીને ફિઝિકલ વેરિફિકેશન કરવા માટેનું ફોર્મ ૪ આપવું પડે છે. ફિઝિકલ વેરિફિકેશન પછી યોગ્ય લાગે તો એમઓવી-૫ આપીને માલ રિલીઝ કરી શકે છે. તેમ જ એમઓવી-૬ આપીને માલ ડિટેઈન કે જપ્ત કરી શકે છે. માલ ડિટેઈન કર્યા પછી એમઓવી-૭થી ૧૦માં શૉ કોઝ નોટિસ, ટેક્સ પેનલ્ટી ટેક્સ ન ભરે તો માલ જપ્ત કરવાની કાર્યવાહી કરી શકે છે. 

આ વિધી પૂરી કરવાને બદલે મોબાઈલ સ્ક્વૉડ અન તેના ઉપરી અધિકારીઓ માત્ર એમઓવી-૧ અને એમઓવી-૨ આપીને ૧૫-૧૫ દિવસ સુધી માલ અટકાવી રાખે છે. આ રીતે વિંઝોલ વિસ્તારમાં સંખ્યાબંધ ટ્રક રોકી લેામાં આવી છે. તેમને જીએસટી એક્ટની કલમ ૧૨૯ (૬) હેઠળ ઇ-વે બિલ ઉપરાંતનો ટ્રકમાં જોવા મળેલા માલ પેટે ટેક્સ અને પેનલ્ટી ભરીને માલ છોડાવીન ેલઈ જવાનો અધિકાર મળે છે. પરંતુ આ અધિકાર તેમને આપવામાં આવતો જ નથી. તેને બદલે તેમની સામે કલમ ૧૩૦(૨)ની જોગવાઈ હેઠળ કેસ બનાવીને માલની કિંમતના ૧૫૪ ટકા જેટલો દંડ લગાડી દે છે. પરિણામે વેપારીઓએ તેમનો માલ છોડાવવાનું ભૂલી જ જવું પડે તેવી નોબત આવે છે. ઇ-વે બિલ  હેઠળ લઈ જવાતા માલમાં ઇ-વેમાં દર્શાવેલા માલ કરતાં વધારે માલ હોય તો તેવા સંજોગોમાં ૧૮ ટકા ટેક્સ અને ૧૮ ટકા પેનલ્ટી ભરીને જે તે વેપારીનો માલ જવા દેવો પડે છે. પરંતુ તેમ કરવામાં આવતું નથી. જીએસટી કલેક્શનના પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે અધિકારીઓ વેપારીઓને કલમ ૧૩૦ (૨) હેઠળ માલની કિંમત સહિત ૧૫૪ ટકાનો દંડ લગાડી દે છે. 

નવાઈની વાત તો એ છે કે ગુજરાત હાઈકોર્ટે પણ સિનર્જી ફર્ટિ કેમ પ્રા.લિ. વિરુદ્ધ ગુજરાત સરકારના એક કેસમાં ચૂકાદો આપ્યો છે કે જે તે વેપારી જીએસટીની ચોરી કરવાના ઇરાદા સાથે જ માલ લઈ જતો હોય તો જ તેને કલમ ૧૩૦ (૨) લગાડવી જોઈએ અન્ય સંજોગોમાં તેને કલમ ૧૨૯ (૨) હેઠળ ટેક્સ અને પેનલ્ટી ભરીને મુક્ત કરી દેવો જોઈએ. પરંતુ જીએસટીના અધિકારીઓ આ આદેશને પણ અવગણીને પોતાના અંગત સ્વાર્થ અને જીએસટી-ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શનના ટાર્ગેટ પૂરા કરવા માટે માત્ર ને માત્ર ૧૩૦ (૨) કલમ લગાડીને માલની કિંમતના ૧૫૪ ટકા ટેક્સ પેનલ્ટી લગાડી દઈને વેપારીઓની હાલાકી વધારી રહ્યા છે. આ પ્રકારના કેસમાં ૧૫ દિવસથી ૩૦ દિવસ સુધી કોઈ નિર્ણય પણ લેતા નથી. આમ કરીને તેઓ વેપારીઓને હેરાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમ જ ઇઝ ઓફડૂઇંગની સુવિધા આપવાના ગુજરાત અને કેન્દ્ર સરકારના દાવાઓને મજાક બનાવી રહ્યા છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3CTcM9X
via IFTTT

Post a Comment

أحدث أقدم