અમદાવાદની બેન્કોમાં છ કરોડથી વધુ રકમની નકલી નોટ જમા થઈ


લેભાગુઓના કરતૂત યથાવત્

નોટબંધી પછીના સમયમાં ય નકલી નોટો જમા કરાવવાના 23 કેસ નોંધાયા

અમદાવાદ : અમદાવાદની વિવિધ બેન્કોમાં છેલ્લા આઠ વર્ષમાં 6.13 કરોડની બનાવટી ચલણી નોટો જમા થયાના બધું મળીને 31 ગુના નોંદાયા છે. ઉલ્લેખનીય છે કે 2016માં નોટબંધી જાહેર થઈ તે પછીય આવો સિલસીલો ચાલુ રહ્યો છે. આ વર્ષોમાં કુલ 23 કેસ નોંધાયા હતા.

સામાન્ય રીતે દર ત્રણ મહિને અમદાવાદ શહેરની તમામ બેંકોમાં જેટલી પણ નકલી ભારતીય ચલણની નોટો જમા થતી હોય છે તેની જાણ અમદાવાદ એસ.ઓ.જી ક્રાઇમને કરવામાં આવતી હોય છે અને સત્તાવાર રીતે એસઓજી ક્રાઈમ બ્રાન્ચ આ નકલી નોટો મળી આવવાના મામલે ગુનો દાખલ કરતી હોય છે અને તપાસનો દોર આગળ વધતી હોય છે...

એક આંકડાકીય માહિતી ઉપર નજર કરીશું કે વર્ષ 2014 થી વર્ષ 2021 સુધીમાં કેટલા ગુના દાખલ કરવામાં આવ્યા અને કેટલા કરોડો રૂપિયાની નકલી નોટો મળી આવી તેની વિગતો મળી છે.

નોટબંધી થયા થોડાક જ વર્ષોમાં બનાવટી ભારતીય ચલણી નોટોની હેરાફેરીની ગતિમાં થોડો ઘટાડો નોંધાયો છે, સામન્ય રીતે જોવા જઈએ તો અર્થતંત્રના પાયાને મજબૂત રાખવુ હોય તો સમાંયતરે દેશમાં જેએ નાણું વધુ  ચાલતું  હોય કે એટલકે ઉપયોગમાં લેવાતું હોય તે નાણાંની બનાવટની પદ્ધતિમાં બદલાવ લાવવો જરૂરી છે તેવું બુદ્ધિજીવીઓ માને છે,

અમદાવાદ કુલ 13 બેંકોમાંથી જેમાં સરકારી અર્ધસરકારી ખાનગી અને આરબીઆઈ બેન્કનો પણ સમાવેશ થાય છે આવી તમામ બેંકોમાં ભારતીય બનાવટની ચલણી નોટો અંદાજિત લગભગ રૂપિયા 5,85,000 હજારના દરની નોટો મળી આવી હતી જેમાં 1000,500,200,100,50, 20 રૂપિયાના દરની બનાવટી ચલણી નોટો મળી આવી હતી જે

ના પગલે અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ પણ હાથ ધરી હતી સામાન્ય રીતે બેન્કની અંદર કામ કરતા કોઈપણ કર્મચારીને જેવાકે કેશિયરને પણ આવી બનાવટી ચલણી નોટની ઓળખમાં થાપ ખાઇ જવાય છે ત્યારે આટલી ક્વોલિટી યુક્ત ચલણી નોટો કેવી રીતે બનાવી હશે અને કેમની બજારમા ફરતી કરવામાં આવે છે.તેને લઈને ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે.

અલગ અલગ બેંકોમાં અલગ અલગ સમયે લોકો નોટો જમા કરાવતા હોય છે અને જ્યારે જે તે બેંકના મુખ્ય ચેસ્ટ વિભાગમાં આવી નોટો આવે ત્યારબાદ બેન્ક દ્વારા  સત્તાવાર રીતે એસઓજી ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરવામાં આવતો હોય છે..એસ.ઓ.જી ક્રાઈમ બ્રાન્ચ માટે પણ આ બનાવટી ચલણી નોટનું  તોડી નાખવું એટલા માટે અઘરૂં છે  કારણ કે દરેક બન્કમાં અલગ અલગ સમયે પ્રકારની બનાવટી ચલણી નોટો સાચી નોટોના બંડલમાં જમા કરાવવા આવતી હોય છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/313Ikx2
via IFTTT

Post a Comment

أحدث أقدم