ધાબા ઉપર ફટાકડા કેમ ફોડે છે કહેતા યુવકે ઘરમાં ઘૂસી દંપતિ અને બે દિકરીને માર માર્યો

અમદાવાદ,રવિવાર

કૃષ્ણનગર વિસ્તારમાં દેવ દિવાળીના દિવસે ધાબા ઉપર એક યુવક ફટાકડા ફોડતો હતો જેને ફટાકડા ફોડવાની ના  પાડતાં યુવક ઘરમાં ઘૂસી ગયો હતો અને મહિલાને લાકડીથી મારવા લાગ્યો હતો પતિ તથા બે દિકરી છોડાવવા વચ્ચે પડતાં પરિવારના સભ્યોને માર મારીને આરોપી નાસી ગયો હતો, જે તે સમયે પોલીસ સ્ટેશનમાં એન.સી. ફરિયાદ કરી હતી. બાદમાં આરોપી સોસાયટીમાં આંટા ફેરા કરતો હોવાથી ડરના કારણે મહિલાએ તેની સામે ફરિયાદ નાંેધાવી હતી.

બાજુની સોસાસયટીમાં રહેતા શખ્સે મકાનના બારી બારણા ઉપર લાકડીઓ મારીને ઘરમાં ઘૂસી આતંક મચાવ્યો 

આ કેસની વિગત એવી છે કે   કૃષ્ણનગરમાં નાસ્લ સ્કૂલ સામે શિવ એપાર્ટમેન્ટમાં રહેતા ભાવનાબહેન જયકિશનભાઇ દુસેજા (ઉ.વ.૩૮)એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સરદાર ચોક પાસે શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા કાર્તિકભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૧૯ના રોજ દેવ દિવાળીના દિવસે આરોપી ફરિયાદી મહિલાના એપાર્ટમેન્ટના ધાબા ઉપર રાતે ૧૦.૩૦ વાગે ફટાકડા ફોડતો હતો. જેથી મહિલાએ ટકોર કરીને  ફટાકડા કેમ ફોડે છે, તેમ કહેતા આરોપી જતો રહ્યો હતો.

ત્યારબાદ પરિવારજનો ઘરમાં હતા ત્યારે મોડીરાતે આવીને બારી બારણા ઉપર લાકડીના ફટકા મારવા લાગ્યો હતો, મહિલાએ મકાનન દરવાજો ખોલતાં ઘરમાં ઘૂસી આવ્યો હતો  અને મહિલાને લાકડીના ફટકા મારવા લાગ્યો હતો, આ સમયે પતિ છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ લાકડીથી મારવા લાગ્યો હતો. જ્યાં હાજર દિકરી છોડાવવા જતાં તેને લાફા મારી દીધા હતા અને મોટી દિકરીને ધક્કો મારીને નીચે પાડી દીધી હતી બુમાબુમ થતાં સ્થાનિક લોકો દોડી આવતાં તે ભાગી ગયો હતો મહિલાએ પોલીસ કન્ટ્રોલમાં ફોન કરતાં પોલીસ આવી પહોચી હતી જે તે સમયે એન.સી ફરિયાદ લખાવી હતી અને મહિલા તથા પતિ સહિત તમામ લોકોએ સિવિલમાં સારવાર કરાવીને ઘરે આવ્યા બાદ આરોપી આરોપી સોસાયટીમાં આંટા ફેરા કરતો હતો જેથી  ડરના માર્યા તેની સામે ફરિયાદ કરી હતી, આ બનાવ  અંગે કૃષ્ણનગર પોલીસે  આરોપી સામે ગુનો નોધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rlwQ2C
via IFTTT

Post a Comment

أحدث أقدم