3000ની ખરીદી કરી સાઇબર ગઠિયાએ બેન્ક જેવો બોગસ પેટીએમ મેસેજ કર્યો

અમદાવાદ,બુધવાર

વેપારીઓને છેતરવા માટે સાઇબર ગઠિયા અવનવી યુક્તિ અપવાની રહ્યા છે, શાહપુરમાં પાન પાર્લરના વેપારી પાસે પાન મસાલા તથા બિસ્કીટના પેકેટો સહિતની રૃા. ૩,૦૦૦ની ખરીદી કર્યા બાદ આરોપી બેન્ક જેવો જ ખોટો પેટીએમ મેસેજ કરીને માલ સામાન લઇને જતો રહ્યો હતો. આ બનાવ અંગે શાહપુર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

મીલ કન્પાઉન્ડ ખાતે સી.ટી.ગોલ્ડ પાન પાર્લર એન્ડ બેકરીની દુકાનેથી પાન મસાલા,બિસ્કીટના પેકેટ, સિગારેટની ખરીદી કર્યા બાદ રૃપિયા ટ્રાન્સફરનો ખોટો મેસેજ કરીને પલાયન

આ કેસની વિગત એવી છે કે  શાહપુરમાં મીલ કમ્પાઉન્ડ પાસે વિનયગોસની બાજુમાં ત્રીજા  માળે રહેતા અને મીલ કમ્પાઉન્ડ ખાતે સી.ટી ગોલ્ડ પાન પાર્લર એન્ડ બેકરી નામની દુકાન ધરાવતા સરવરઅલી કૌશરઅલી અંસારી (ઉ.વ.૩૫)એ શાહપુર પોલીસે સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૮ના રોજ બપોરે અઢી વાગે કોઇક અજાણી વ્યક્તિએ આવીને પાન મસાલા તથા સિગારેટ પેકેટ અને બિસ્કીટના પેકેટ સહિત કુલ રૃા. ૩,૦૦૦ની ખરીદી કરી હતી અને દુકાનદારને પીટીએમ કરીને  બેન્ક જેવો ખોટો મેસેજ કરીને નાસી ગયો હતો. વેપારીએ બેન્કમાં તપાસ કરતાં તેમના ખાતામાં કોઇ રૃપિયા જમા થયા ન હતા.

ઉલ્લેખનીય છે કે  તાજેતરમાં પણ લાલદરવાજામાં સામાનની ખરીદી કરી હતી અને માધુપુરા માર્કેટ તથા ખાનપુરમાં તેલના વેપારી પાસેથી ૫૧૦૦ના તેલના ડબ્બા ની ખરીદી કરીને વેપારીને બેન્કમાંથી આવે તેવો પેટીએમનો મેસેજ કરીને તેલના ડબ્બા લઇને છેતરપીડી કરવામાં આવી હતી. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3I17Ofi
via IFTTT

Post a Comment

أحدث أقدم