તા.3 ડિસેમ્બરથી રાજ્યના 15 ગ્રાઉન્ડોમાં પોલીસ ભરતીની શારીરિક કસોટી આરંભાશે

અમદાવાદ,તા.27 નવેમ્બર 2021, શનિવાર

ગુજરાતમાં પોલીસ પીએસઆઇ, કોન્સ્ટેબલ અને એસઆરપીએફ કોન્સ્ટેબલની કુલ ૧૧,૮૪૧ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેમાં જેમાં ૧૧ લાખથી વધુ અરજી આવી છે. તા.૩ ડિસેમ્બરથી રાજ્યના કુલ ૧૫ ગ્રાઉન્ડમાં પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી શરૂ થશે. ૧૨ મેદાનો પર પુરૂષ અને ત્રણ મેદાનો ઉપર મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી યોજાશે. મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી પોલીસ મુખ્ય મથક રાજકોટ શહેર, ભરૂચ તથા ગાંધીનગરના મેદાનમાં લેવામાં આવનાર છે. કોલલેટર વેબસાઇટ પર મુકી દેવાયા છે. અત્યાર સુધીમાં સાત લાખથી વધુ કોલ લેટર ડાઉનલોડ થઇ ગયા છે.

પોલીસ ભરતી માટેના કોલ લેટર અંગેના પ્રશ્નો માટે વધુ એક હેલ્પલાઇન નંબર ૭૦૪૧૪૫૪૨૧૮ જાહેર  કરાયો છે. જેના પર સવારે ૧૦ઃ૩૦ થી સાંજના ૬ વાગ્યા સુધી કોલ કરી સમસ્યાઓનું સમાધાન મેળવી શકાશે. જે ઉમેદવારોને ભુલ વશ બે કોલ લેટર મળ્યા હોય તો પ્રમથ કોલ લેટરના આધારે દોડવાનું રહેશે જ્યારે બીજો કોલ લેટર રદ ગણવાનો રહેશે.

પીએસઆઇ અને લોકરક્ષકમાં જુદીજુદી કેટેગરી દર્શાવેલ હોય તો જે અરજીમાં જે કેટેગરી દર્શાવી હશે તેને જ ધ્યાને લેવામાં આવશે. ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી વખતે કેટેગરીના સમર્થનમાં દસ્તાવેજ રજૂ કરવાના રહેશે.

લોકરક્ષક માટે અરજી કરી હોય તેવા પુરૂષ ઉમેદવારોની શારીરિક કસોટી તા.૨૫-૧૨-૨૦૨૧થી શરૂ થઇને તા.૨૫-૦૧-૨૦૨૨ સુધી પુરી થશે. પીએસઆઇની શારીરિક કસોટી તા.૩-૧૨-૨૦૨૧થી શરૂ થશે પુરૂષ ઉમેદવારોની કસોટી તારીખ ૨૪-૧૨-૨૦૨૧ ના રોડ પુરી થશે જ્યારે મહિલા ઉમેદવારોની કસોટી તારીખ ૨૮-૧૨-૨૦૨૧ના રોજ પુરી થશે. જે ઉમેદવારોએ પીએસઆઇ તથા લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યું હોય તેઓની કસોટી પણ આ તારીખ સુધીમાં પુરી થશે.

માત્ર લોકરક્ષક માટે અરજી કરી હોય તેવા મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી તા.૨૯-૧૨-૨૦૨૧થી તા. ૨૯-૦૧-૨૦૨૨ સુધી યોજાશે.જ્યારે લોકરક્ષક માટેના પુરૂષ ઉમેદવારોની શારીરિક કસોટી તા. ૨૫-૧૨-૨૦૨૧થી તા.૨૫-૦૧-૨૦૨૨ સુધી યોજાશે.

ઉમેદવારે અરજી કરતી વખતે પોતાના નામ, પિતા-પતિનું નામ અને અટકમાં ભુલ કરી છે તેવા ઉમેદવારે જે કોલલેટર મળ્યો છે તે તથા ઓળખપત્રના અસલ પુરાવા સાથે રાખવાથી પરીક્ષા આપી શકાશે. શારીરિક કસોટીની તારીખ બદલવા માંગતા ઉમેદવારોએ તેઓએ અરજી સાથે કોલલેટરી ઝેરોક્ષ અને જે કારણથી તારીખ બદલવી હોય તે અંગેના પુરાવા સાથે પો.સ.ઇ.ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૩ સરીતા ઉધાનની નજીક સેક્ટર-૯ ગાંધીનગર અને લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી ખાતે રૂબરૂ અરજી કરી શકાશે. તા. ૨૬ નવેમ્બરથી ઓજસની વેબસાઇટ પરથી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o0xxfy
via IFTTT

Post a Comment

Previous Post Next Post