
- બે શખ્સોએ હુમલો કરી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ઉપરોક્ત બનાવની પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ ફરીયાદી ચિંતન ઇશ્વરભાઈ ગણાત્રા રહે. નાથબાવાનો ખાંચો પારેખપોળ સામેના જણાવ્યા મુજબ મિત્ર ઉમેશ વ્યાસ દ્વારા મોબાઈલ ફોન ઉપર જણાવેલ કે તારા ભાઈને દર્શનને હજારી આઈસ્ક્રીમની દુકાન આગળ માથાકુટ થયેલ છે અને છાતીના ભાગે છરી વડે હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં વિરમગામ વિરમગામ શહેરની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે લઇ ગયેલ છે આ બનાવ બાબતે દર્શનને પછતા તેને જણાવ્યું હતું કે કાસમપરા ખાતે રહેતા અબરારહુસેન સિપાઇ અને તેનો મિત્ર જુબેદ રફિકભાઈ સિપાઈ ટાવર બાજુથી બુલેટ મોટર સાયકલ લઇ પસાર થતા મોટર સાયકલ સાઇડમાં લેવા બાબતે ઉગ્ર બોલાચાલી થયા બાદ આરોપી સબરારે છરીના બે ઘા છાતીના ભાગે મારી ઇજાગ્રસ્ત થયેલ બાદમાં સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pUd4uq
via IFTTT
Post a Comment