
- લોધીના લીમડા વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરવા
- નગરપાલિકાનાં સ્પેશિયલ રેકવિઝેશન બોર્ડમાં ઉગ્ર રજૂઆતોને પગલે આખરે દરખાસ્ત
ધોળકા નગરપાલિકાના પ્રમુખ દ્વારા ખાસ રેકવીઝેશન બોર્ડ સભા બોલાવવામાં આવી હતી. નગરપાલિકામાં કાંગ્રેસ પક્ષના મ્યુનિસિપલ કાઉન્સિલરો દ્વારા રેકવીઝેશન બોર્ડ બોલાવવા માટે કરવામાં આવેલી ઉગ્ર માંગણીને પગલે આ બોર્ડ બેઠક બોલાવવામાં આવી હતી.
આજની બોર્ડ બેઠક સાડા ચાર કલાક સુધી ચાલી હતી. જેમાં નગરપાલિકાના કાયદા, સરકારની ગાઇડલાઇનો તેમજ પરિપત્રોના ઉલ્લેખો કરી નગરપાલિકાના કર્મચારીઓને છઠ્ઠા પગારપંચના લાભ આપવા, ખૂટતી સ્ટ્રીટ લાઈટો નાખવી, સરકારની વિવિધ ગ્રાંટોમાંથી વિકાસના કામો કરવા, મિલકતોની આકારણી વગેરે મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટોની બચત રહેલી રકમમાંથી જુની નગરપાલિકામાં, જુના સ્લોટર હાઉસ તેમજ લોધીના લીમડા ડી. પી પાસે પાણી ના બોર બનાવવા દરખાસ્ત કરવામાં આવી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZIshnG
via IFTTT
Post a Comment