મીની ટ્રક નીચે કચડાતા મહિલાનું કરુણ મોત ઃ સીઆરપીએફ જવાન ઘાયલ

અમદાવાદ,રવિવાર

નરોલથી લાંભા જવાના માર્ગ ઉપર મીની ટ્રકના ડ્રાઇવરે સ્કૂટરને ટક્કર મારતા મહિલાનું ટાયર નીચે કચડાવાથી મોત નીપજ્યું હતું. જ્યારે સીઆરપીએફના જવાનના બન્ને પગ ઉપરથી ટાયર ફરી વળતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. 

મહિલાના માથા ઉપર મીની ટ્રકનું ટાયર ફરી વળતા સ્થળ ઉપર  મોતઃ સીઆરપીએફના  જવાનના બન્ને પગ ઉપરથી ટાયર ફરી વળ્યું ઃ ટ્રક મૂકી ડ્રાઇવર ફરાર

આ કેસની વિગત એવી છે કે ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં  નિકોલ વિરાટનગર ચાર રસ્તા પાસે શિવ દર્શન સોસાયટીમાં રહેતા અને  સી.આર.એફ.માં નોકરી કરતા તથા હાલમાં સીબીઆઇમાં ડેપ્યુટેશન તરીકે  ફરજ બજાવતા મનીષભાઇ ગિરીશચન્દ્ર તિવારી (ઉ.વ.૪૦)એ ફરિયાદ નાંેધાવી છે કે ઇસનપુર વિસ્તારમાં રહેતા  કોમલબેન પંડયા  બન્ને સ્કૂટર ઉપરથી નારોલથી લાંભા તરફ સર્વિસ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા.

 આ સમયે પૂર ઝડપે આવી રહેલી  મીની ૪૦૭ ટ્રકના  ડ્રાઇવરે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા પાછળથી સ્કૂટરને ટક્કર મારી હતી જેથી બન્ને રોડ પર પટકાયા હતા અને મહિલાના માથા પરથી તથા યુવકના બન્ને પગ ઉપરથી  ટાયર ફરી વળતાં મહિલાનું સ્થળ પર મોત થયું હતું,  જ્યારે  યુવકને પગે ફ્રેકચર થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ફરાર ડ્રાઇવરની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Eb9r7d
via IFTTT

Post a Comment

أحدث أقدم