ઇલેકટ્રીક ડીપી લગાવડવાની ના પાડતા પડોશીનો માતા પુત્રી ઉપર હુમલો

અમદાવાદ,રવિવાર 

સીએમ પાસેની સોસાયટીમાં ઇલેકટ્રીક ડીપી લગાડવા જેવી સામાન્ય બાબતની તકરારમાં પડોશી યુવકે મહિલા અને તેની પુત્રી પર હુમલો કર્યો હતો, જેમાં મહિલાને જાહેરમાં પાંચ લાફા  માર્યા બાદ લોખંડની કોશ પેટમાં મારતાં ગંભીર હાલતમાં મહિલા સારવાર હેઠળ છે. આ બનાવ અંગે વટવા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડીપી તો અહિયાં જ લાગશે જે થાય તે કરી લો કહીપડોશીએ મહિલાને લાફા માર્યા પછી લોખંડની કોશ પેટમાં મારી ઃ આજ પછી મારુ નામ લઇશ તો જાનથી મારી નાંખીશ    

આ કેસની વિગત એવી છે કે   સીટીએમ પાસે પૂર્વ દિપ સોસયટીની બાજુમાં સમ્રાટનગર વિભાગ-૨માં રહેતા પારુલબહેન દશરથભાઇ પ્રજાપતિ (ઉ.વ૩૯)એ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા મનોજભાઇ જાદવના સાળા  પ્રશાંત ઉર્ફે પિન્ટુ સામે ફરિયાદ નોધાવી છે કે શુક્રવારે બપોરે મહિલા પોતાની દિકરી સાથે ઘરે હાજર હતા આ સમયે ઇલેક્ટ્રીક કંપનીના કર્મચારીઓ ડીપી લગાડતા હતા જેથી ફરિયાદીએ ડીપી લગાડવાની ના પાડી હતી. જેને લઇને  આરોપીએ આવીને ડીપી અહિયાં જ લાગશે, તમારાથી જે થાય તે કરી લો કહીને તકરાર કરીને ગાળો બોલતા હતા.

મહિલાએ ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇને મહિલાને પાંચ લાફા મારી દીધા બાદ દરમિયાન ત્યાં પડેલી ખાડો ખોદવાની લોખંડની કોશ મહિલાના પેટમાં મારી હતી જેથી મહિલા નીચે પડી ગઇ હતી આ તકરારમાં મહિલાની  દિકરી છોડાવવા વચ્ચે પડતાં તે પણ ઘાયલ થઇ હતી, બુમાબુમ થતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા,  આરોપીએ જતા જતા ધમકી આપી હતી કે આજ પછી મારુ નામ લીધુ છે તો જાનથી મારી નાંખીશ.ગંભીર  રીતે ઘાયલ મહિલાને એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વટવા જીઆઇડીસી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3maT3NX
via IFTTT

Post a Comment

أحدث أقدم