સાણંદ તાલુકાના સનાથલ ગામે વરસાદે તંત્રની પોલ ખોલી


- રોડ પર ઠેર ઠેર મસ મોટા ખાડાઓથી વાહનચાલકો ત્રસ્ત

- ગામમાં પ્રવેશવાનો એક માત્ર રોડ નબળી ગુણવત્તાના કારણે વરસાદમાં ધોવાયો 

સાણંદ : સાણંદ તાલુકાન સનાથલ ગામમાં પ્રવેશતાં જ રોડ પર મસમોટા ખાડાઓનું સામ્રાજય જોવા મળશે.આ રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે તે કહેવું પણ મુશ્કેલ બન્યું છે. કમરતોડ રસ્તાઓને લીધે આ માર્ગ પર અકસ્માત થવાનો વાહનચાલકો સહિત ગામલોકોમાં દહેશત સેવાઇ રહી છે. રોડ પર ખાડા એટલી હદે પડયા છે કે આ માર્ગ લોકોને માથાના દુખાવા સમાન બન્યો છે.

સનાથલ ગામમાં પ્રવેશવાના માર્ગ પર બનાવાયેલા રોડની નબળી કામગીરીની વરસાદે પોલ ખોલી દીધી છે. રોડની કામગીરીમાં હલકીકક્ષાના મટીરિયલ્સનો ઉપયોગ કારણે કારણે રોડ પર મસમોટા ખાડાઓએ સામ્રાજય જમાવી દીધું છે. સામાન્ય વરસાદમાં જ રોડ ધોવાઇ જતાં તંત્રની કામગીરી સામે ગામલોકોમાં સવાલો ઉઠયા છે. આ ખાડાઓને કારણે રોજીંદી અવર જવર કરતાં વાહનચાલકો હેરાન પરેશાન થઇ જાય છે. તો પણ તંત્ર દ્રારા રોડની કામગીરી તો દુર રહી પણ રોડ પર પડેલા ખાડાઓ પુરવામાં આવતાં નથી.

રોડ પર એટલી હદે મોટા ખાડાઓ પડયા છે કે આ ખાડાઓને કારણે અકસ્માત થવાની ગામલોકોમાં ભીતિ સેવાઇ રહી છે. કમરતોડ રોડને કારણે ગામલોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ખાડાઓની ફરિયાદો માટે સરકારે વોટસઅપ નંબર જાહેર કર્યોે છે. પરંતુ આ ખાડાઓની સસમસ્યાનું નિરાકરણ કયારે આવશે તેને લઇ ગામલોકોમાં અનેક તર્ક વિતક્ર થઇ રહ્યા છે. સનાથલ ગામમાં પ્રવેશવાનો માર્ગ પર ખાડા જ ખાડા દેખાઇ રહ્યા છે. 

ખાડાઓને કારણે વાહનો ગામમાં અવર જવર કરવી પણ મુશ્કેેલ બની ગયું છે. તો પણ તંત્રની આંખ ઉઘડતી નથી. કોઇ અનિચ્છનીય બનાવ બને તેની તંત્ર રાહ જોઇને બેઠું હોય તેમ હાથ પર હાથ ધરીને તંત્ર બેઠું છે.આ રોડનું સમારકામ કયારે થશે તેની ગામલોકો આતુરતાથી રાહ જોઇને બેઠા છે.   



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3AY0dKz
via IFTTT

Post a Comment

Previous Post Next Post