
- રાજ્યમાં તલાટીઓ બાદ વીસીએ આજથી આંદોલનનાં માર્ગે
- તલાટીઓ આજે માસ સીએલ પર, ઓનલાઈન સહિતની મહેસુલી કામગીરીનો બહિષ્કાર કરશે
ગુજરાતમાં વર્ષ ર૦૦૬ થી વિલેજ કોમ્પ્યુટર સાહસિક ( વીસીએ ) કમિશન બેઈઝ પર ગ્રામ પંચાયતોમાં કામ કરી રહયા છે. જુદી જુદી સરકારી સેવાઓનાં રુપિયા પાંચ કે દસ લઈ કામ કરી રહયા છે. છેલ્લા ત્રણેક વર્ષથી હજુ અનેક જિલ્લાઓમાં મગફળી ખરીદીની એન્ટ્રીનાં પૈસા વીસીએ ને ચૂકવાયા નથી. કાયમી અથવા ફિકસ પગાર કરવા, કમિશનની બાકી રકમ તાત્કાલિક ચૂકવવા સહિતની માગણીઓને લઈને ગુજરાત રાજય ગ્રામ પંચાયત કોમ્પ્યુર સાહસિક મંડળે નવી સરકારને પણ રજુઆત કરી છતાં કોઈ ઉકેલ ન આવતા આવતીકાલથી આંદોલનાત્મક કાર્યક્રમા જાહેર કરાયા છે. મંડળનાં પ્રમુખે જણાંવ્યુ હતું કે કાલે તા. ૧ લી ઓકટોબરે એક દિવસ માટે ઈ - ગ્રામ વિશ્વ ગ્રામ સોસાયટીનાં કેન્દ્રો બંધ રહેશે. તમામ ઓનલાઈન કામગીરીનો વીસીએ બહિષ્કાર કરશે. તા. પ મીથી વીસીએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે અને તા. ૧૩ મીએ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ આંદોલન કરાશે. દરમિયાન કાલે તા. ૧ લી થી તલાટીઓ આંદોલનને વધુ ઉગ્ર બનાવશે શુક્રવારે અમદાવાદ સહિત રાજયનાં તલાટી કમ મંત્રીઓ એક દિવસ માસ સીએલ મુકી તાલુકા સ્તરે દેખાવો યોજશે અને તમામ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરશ અને જયાં સુધી તલાટી કેડરનાં પ્રશ્નોનો નિવેડો ન આવે ત્યાં સુધી મહેસુલી કામગીરીનો બહિષ્કાર કરવાનું એલાન મંડળે કર્યુ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3AYOqeU
via IFTTT
Post a Comment