
અમદાવાદ :
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીઓ સાથે વીજળીની ખરીદી કરવાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરાયા છતાંય તેઓ તેમને સપ્લાય ન આપે તો તેમની સામે કોઈજ પગલાં લેવામાં આવતા નથી. બીજીતરફ પશ્ચિમ ગુજરાત, ઉત્તર ગુજરાતના ખેડૂતોને નોર્મલ કરતાં વીસ ટકા ઓછો વીજ પુરવઠો મળીરહ્યો હોવાની ફરિયાદો ઊઠવા માંડી છે. તેમ છતાંય ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા માટે રચાયેલું ગુજરાત વીજ નિયમન પંચ લોકોના હિતના ભોગે મૌન સેવીને બેસી રહ્યું છે. પરિણામે પાવર પરચેજ એગ્રીમેન્ટ માત્ર દેખાવ પૂરતા કાગળીયા જ બની ગયા છે.
ગુજરાતમાં અત્યારે સરેરાશ ૧૮૫૦૦ મેગાવોટ વીજળીની જરૃરિયાત છે. યુનિટદીઠ રૃા. ૧૫ના ભાવે વીજળી ખરીદ્યા પછીય સરકાર ૧૮૦૦૦ મેગાવોટ વીજળીનો પુરવઠો આપી શકતી નથી. પરિણામે જુદાં જુદાં બહાનાઓ કાઢીને પાવર સપ્લાય પર બ્રેક લગાવી રહ્યા છે. બીજીતરફ ગુજરાત સરકારની વીજ ઉત્પાદન કંપનીઓ અંદાજે વીજળી પેદા જ ન કરતી હોવાથી મહિને દહાડે ગુજરાતના વીજ ગ્રાહકોને માથે રૃા. ૮૫૦ કરોડનો બોજ આવી રહ્યો છે. આ રકમ વીજળી પેદા ન કરતાં એકમોને ફિક્સ્ડ કોસ્ટ તરીકે ચૂકવવી પડી રહી છે. તેમને પ્લાન્ટ મશીનરીની જાળવણીના ખર્ચ, કર્મચારીઓના પગારનો ખર્ચ, પ્લાન્ટ માટે લોન લીધી હોય તો લોન પરના વ્યાજનો ખર્ચ જેવા ખર્ચને ફિસ્ક્ડ કોસ્ટ તરીકે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવે છે. આ ખર્ચ વર્ષે અંદાજે રૃા.૧૦,૨૦૦ કરોડનો આવે છે.
ગુજરાતની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા ૨૮૫૦૦ મેગાવોટની દર્શાવવામાં આવે છે. તેમાંથી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે ૨૩૫૦૦ મેગાવોટ વીજળી ખરીદવા માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યા છે. બાકીના ૫૦૦૦ મેગાવોટ વીજળી પાવર પરચેઝ એગ્રીમેન્ટ ન થયા હોય તેવી કંપનીઓ પાસેથી ખરીદવામાં આવી રહી છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના પાવર પ્લાન્ટ સરેરાશ ૨૫ વર્ષથી વધુ જૂના છે. કોલસા, લિગ્નાઈટ અને ગેસ આધારિત પાવર પ્લાન્ટ સાથે ૧૯૦૦૦ મેગાવોટ વીજળી ખરીદવાના કરાર જીયુવીએનએલએ કર્યા છે. બાકીની ૪૫૦૦ મેગાવોટ વીજળી રિન્યુએબલ એનર્જી સોર્સમાંથી મેળવવામાં આવી રહી છે. તેમાં વિન્ડ અને સોલાર પાવરનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારે જંગી પ્રમાણમાં વીજળી ખરીદવાના કરાર કર્યા હોવા છતાંય વીજળીની અછત છે. તેને માટે જીયુવીએનએલ અને જર્કનોઢંગઢડા વિનાનોવહીવટ જવાબદાર છે. પાવર પરચેઝ એગ્રીમેન્ટનો ભંગ કરનારી એક પણ કંપનીને બોલાવીને જર્કે તેનો કાન આમળ્યો નથી. તેમણે અદાણી અને ટાટા પાવર પાસથી યુનિટદીઠ રૃા. ૪.૫૦ના ભાવે ૩૨૦૦ મેગાવોટ વીજળીની ખરીદી કરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jG0zyK
via IFTTT
إرسال تعليق