
- પ્રાંત અધિકારીને રજૂઆત કરાઇ
- મનસુરી (પિંજારા)જાતિના લોકોને દાખલા પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા ભારે મુશ્કેલી
બગોદરા : અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં રહેતા મનસુરી (પિંજારા) જાતિનાં લોકોને ધોળકા મામલતદાર કચેરીમાંથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોવાથી આજે ધોળકાના પ્રાંત અધિકારી આર.એમ. જાલંધરાને ભારતીય જનતા પાર્ટી , અમદાવાદ જિલ્લા લઘુમતી મોરચાનાં પ્રમુખ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવાયું છે કે ધોળકા શહેરમાં રહેતા મનસુરી (પિંજારા) જાતિનાં સમુદાયનાં લોકોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવામાં ધોળકા મામલતદાર કચેરીમાં મુશ્કેલી પડે છે. મનસુરી (પિંજારા) જાતિને ગુજરાત સરકારના સમાજ કલ્યાણ અને આદિવાસી વિકાસ વિભાગના તા.૦૧/૦૪/૧૯૭૮ નાં ઠરાવ અન્વયે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તરીકે માન્યતા આપી છે.
આ બાબતે યોગ્ય નિકાલ કરવા માટે રજૂઆત કરવામાં આવે છે. આ આવેદનપત્ર આપતી વખતે સલીમભાઈ મિરઝા ઉપરાંત ધોળકા નગરપાલિકાનાં વોર્ડ નંબર - ૫ નાં ભાજપનાં મ્યુનિ. કાઉન્સિલર સહિત ઉપસ્થિત રહ્યાં હતાં.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nvvcI7
via IFTTT
إرسال تعليق