યુવકે પોતાની ટેલર શોપમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો


વેજલપુરના બળિયાદેવ મંદિર પાસે

કોરોના પછી આર્થિક ભીંસ કારણભૂત કે અન્ય કારણ? વેજલપુર પોલીસની તપાસ

અમદાવાદ : કોરોના પછી સિૃથતિ થાળે પડી રહી છે ત્યારે વેજલપુરમાં કાર્તિક મહેશભાઈ પટેલ નામના 30 વર્ષના યુવકે પોતાની ટેલર શોપમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આપઘાત પાછળ આિર્થક ભીંસ કારણભૂત છે કે અન્ય કારણ તેની તપાસ પોલીસે શરૂ કરી છે.

વેજલપુર ગામમાં બળિયાદેવ મંદિર પાસે  સુવિધા શોપિંગ સેન્ટરની ટેલર શોપમાં એક યુવક ગળાફાંસો ખાધેલી હાલતમા ંમળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલેલી વિગતો મુજબ, જીવરાજ પાર્કમાં રણછોડરાયજી મંદિર પાસે કમલેશ પાર્ક સોસાયટીમાં રહેતા કાર્તિક મહેશભાઈ પટેલે જીવન ટૂંકાવી લીધું છે.

કાર્તિક પટેલ બળિયાદેવ મંદિર પાસે સુવિધા શોપિંગ સેન્ટરમાં યોગી ક્લોથ ટેલર નામે ટેલર શોપ ધરાવતા હતા. બપોરના સમયે સૃથાનિક વ્યક્તિએ કાર્તિક પટેલને દુકાનમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયાં હતાં. જાણ કરવામાં આવતા વેજલપુર પોલીસ દોડી આવી હતી. 30 વર્ષના કાર્તિક પટેલે આિર્થક ભીંસથી અંતિમ પગલું ભર્યું કે અન્ય કારણોસર આત્મહત્યા કરી તે સ્પષ્ટ કરવા વેજલપુર પોલીસની ટીમે તપાસ શરૂ કરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y7bZ6G
via IFTTT

Post a Comment

أحدث أقدم