
આનંદનગરના કૃષા ફ્લેટના ગેટ પાસે બનાવ
પાડોશમાં રહેતા યુવકે છરીના પાંચથી છ ઘા ઝીંકી દેતા પ્રૌઢનું સ્થળ ઉપર જ મૃત્યુ
અમદાવાદ : આનંદનગર ચાર રસ્તા પાસેના કૃષા ફ્લેટના ગેટ ઉપર ઢળતી સાંજે પ્રૌઢની હત્યા કરવામાં આવી છે. પત્ની સાથે આડા સંબંધની આશંકાથી પાડોશી યુવકે સંજય કેશવલાલ નવલખા નામના પ્રૌઢને છરીના પાંચથી છ ઘા મારી દીધા હતા. પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ શરૂ કરી છે.ે
આનંદનગર ચાર રસ્તાથઈ વેજલપુર ક્રોસિંગ તરફ જવાના રસ્તે કૃષા ફ્લેટ આવેલા છે. ઢળતી સંધ્યાએ સોસાયટીના ફ્લેટ ઉપર અચાનક જ બે વ્યક્તિ વચ્ચે ઝઘડો થયો હતો. સોસાયટીમાં રહેતા સંજયભાઈ કેશવલાલ નવલખા (ઉ.વ. 55)ને એક યુવકે છરીના ઘા ઝીંકી દીધા હતા. સંજયભાઈના પત્નીએ પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કરતાં આનંદનગર પોલીસની ટીમ સૃથળ ઉપર પહોંચી હતી.
આનંદનગરના પી.એસ.આઈ. સાઠે અને ટીમની પ્રાથમિક તપાસમાં એવી વિગતો ખુલી છે કે, સંજયભાઈ નવલખાની હત્યા તેમના જ પાડોશી સુરેશ કેશવલાલ મિસ્ત્રી (ઉ.વ. 40)એ છરીના ઘા ઝીંકીને કરી છે. પોલીસને એવી વિગતો મળી છે કે, સુરેશ મિસ્ત્રીને એવી આશંકા હતી કે તેમના પત્ની સાથે સંજયભાઈ નવલખાને આડા સંબંધ છે. આ બાબતે સુરેશ અને સંજયભાઈ વચ્ચે વાતચિત અને ઝઘડો થતો હતો.
શનિવારે ઢળતી સાંજે સોસાયટીના નાકે સંજયભાઈ અને સુરેશભાઈ વચ્ચે આ મુદ્દે ઝઘડો થયો હતો. ઉશ્કેરાટમાં આવીને આરોપી સુરેશ મિસ્ત્રીએ છરીના પાંચથી છ ઘા ઝીંકી દીધા હતા. છાતી, પેટ, ગળાના ભાગે છરીના ઘા વાગવાથી સંજયભાઈનું સૃથળ ઉપર જ મૃત્યુ નિપજ્યું હતું. સૃથળ પર દોડી ગયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે કલાકોમાં જ આરોપી સંજય મિસ્ત્રીને ઝડપી લીધો છે. હત્યાનું ખરૂ કારણ જાણવા પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3A85s90
via IFTTT
إرسال تعليق