
ઇસ્કોન બ્રિજ પાસેની ઘટના
અમદાવાદ : શહેરના સેટેલાઇટ ઇસ્કોન બ્રીજથી રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય શહેરોમા જતા મુસાફરોની સંખ્યા વધારે હોવાને કારણે ત્યાં ખાનગી વાહનો પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે મુસાફરોને બેસાડવાના મામલે અવારનવાર નાની મોટી તકરાર થતી હોય છે.
ત્યારે શનિવારે એક કારચાલકને રાજકોટના મુસાફરને બેસાડવાના મામલે અન્ય કારચાલકે માર મારતા સેટેલાઇટ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. બાવળા ખાતે રહેતા ગોવિંદભાઇ મકવાણા પોતાની એસયુવી કાર ધરાવે છે અને તેને ઇસ્કોન બ્રીજથી રાજકોટ વચ્ચે નિયમિત રીતે ફેરા કરીને પોતાના ઘરનુ ગુજરાન ચલાવે છે.
શનિવારે સવારે છ વાગ્યાના સુમારે તે નિત્યક્રમ પ્રમાણે ઇસ્કોન બ્રીજ ખાતે પહોંચ્યા હતા અને પેસેન્જરને બેસાડી રહ્યા હતા. ત્યારે એક જ સીટ ખાલી હોવાથી એક પેસેન્જરને તેમણે બેસાડતા અન્ય કાર ચાલક મહેશ આહીર તેની પાસે આવ્યો હતો અને તેણે ગોવિંદભાઇને માર મારીને માથામાં ઇજાઓ પહોંચાડી હતી. બાદમાં ધમકી આપીને નાસી ગયો હતો.
આ અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ઇસ્કોન બ્રીજ પાસે ખાનગી વાહનોના ચાલકો પેસેન્જર લેવાની બાબતમાં અનેકવાર તકરાર કરતા હોય છે અને તેમાં મારામારીના બનાવો પણ સતત બનતા હોય છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jvhHXW
via IFTTT
إرسال تعليق