
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, શનિવાર
રૃપિયા ૨૩૫.૨૬ કરોડના ખોટા ઇ-વે બિલ બનાવીને ગેરકાયદે રૃા. ૧૧.૧૭ કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈને બે વર્ષથી ફરાર થઈ ગયેલા મિતેશ દિલીપ સેજપાલની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગના અધિકારીઓએ ધરપકડ કરી છે.
રૃા.૧૧.૧૭ કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવામાં પિતા અને પુત્રની સંડોવણી
જૂનાગઢની આસપાસના વિસ્તારના ગરીબ અને જરૃરિયાત મંદના પાનકાર્ડ, આધારકાર્ડ અને અન્ય પુરાવાઓ લઈને મિતેશ અને તેના પિતા દિલીપ સેજપાલે ૧૧ જેટલી બોગસ કંપનીઓ ઊભી કરી હતી. તેમણે ઇ-વે બિલ બનાવીને આઉટવર્ડ સપ્લાયની કોઈ જ વિગતો પત્રકોમાં ન આપીને સરકારી વેરાની ચોરી કરી હતી. આ રીતે તેમણે રૃા. ૨૩૫.૨૬ કરોડના ખોટા વહેવારો બતાવીને ઇ-વૅ બિલ જનરેટ કર્યાહ ાત. તેમાં રૃા.૧૧.૧૭ કરોડનો વેરો દર્શાવ્યો હતો.
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલની હેરફેર સરળતાથી થાય તે માટે પિતા-પુત્રએ બોગસ નોંધણી નંબરના સરનામે ઇ-વે બિલ જનરેટ કર્યા હતા. મોબાઈલ સ્ક્વૉડથી બચવા તેમણે બોગસ ઇ-વૅ બિલ જનરેટ કર્યા હતા. આ રીતે તેમણે રૃા. ૧૧.૧૭ કરોડની કરચોરી કરી હતી. એપ્રિલ ૨૦૨૧૯માં તેમને ત્યાં દરોડો પાડવામાં આવ્યો ત્યારથી મિતેશ સેજપાલ ફરાર થઈ ગયો હતો. મિતેશ રાજકોટના સધુવાસવાણી રોડ પર આવેલા ગાર્ડનસિટી ફ્લેટમાં ભાડેથી રહેતો હોવાનું ધ્યાન આવતા આજે ૨૩મી ઓક્ટોબરે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને ત્યાંથી લેપટોપ, મોબાઈલ સહિત જુદી જુદી કંપનીઓના નામની કોરી ચેકબુક પણ જપ્ત કરવામાં આવી હતી. જૂનાગઢમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટક્લાસની કોર્ટમા ંતેને રજૂ કરવામાં આયો હતો. તેને ત્રણ દિવસ કસ્ટોડિયર ઇન્ટ્રોગેશન માટે રાખવાની કોર્ટે મંજૂરી આપી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3b1tloR
via IFTTT
إرسال تعليق