
- પડતર માંગણીઓને લઇને માસ સીએલનું શસ્ત્ર ઉગામ્યું
- તલાટી કમ મંત્રીઓની માંગણીઓ સરકાર દ્વારા નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડાશે
બગોદરા : ધોળકા અને બાવળામાં પોતાની પડતર માંગણીઓને લઇને માસ સીએલનું શસ્ત્ર ઉગામ્યું હતું. આજે તલાટી કમ મંત્રીઓએ એક દિવસના ધરણાં યોજતા અરજદારો અટવાઇ પડયા હતા.
અમદાવાદ જિલ્લાના ધોળકા-બાવળા તાલુકાના તલાટીઓએ પોતાની પડતર માગણીને લઈ એક દિવસ માટે માસ સી.એલ ધરણા પ્રદર્શન કર્યુંં હતું.
આ પ્રસંગે ધોળકા તાલુકા પંચાયતના મેદાનમા ધોળકાના તલાટીઓ ધરણા પર બેઠા હતા. તલાટી મંડળના પ્રમુખ-ધોળકાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા પડતર માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડાશે. તલાટી કમ મંત્રીઓની માસ સીએલથી અંતરિયાળ વિસ્તારથી કામકાજ માટે આવેલા અરજદારો રઝળી પડયા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kYX1sf
via IFTTT
إرسال تعليق