
- 'રસી લઇ લેજો નહીં તો હું તમને ઉપાડી જઈશ'
- સ્વચ્છતા અને સ્વસ્થતા સુરક્ષાના સમન્વય સાથે સમાજ સુરક્ષા માટે અનોખું અભિયાન
સાણંદ : સાણંદની બજારમાં ગદાની જગ્યાએ રસી આપતા પ્રતિકાત્મક ઇન્જેક્શન લઈને ફરતા યમરાજે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. કોરોનાની મહામારીને નાથવામાં રસીકરણ જ અંતિમ ઉપાય છે. ત્યારે એક સેવાભાવી સંસ્થા દ્વારા લોકોમાં રસીકરણ અંગે જાગૃતિ ફેલાવવા આ અનોખો પ્રયોગ કરાયો હતો.
સાણંદના બજારમાં લોકોમાં રસીકરણ બાબતે જનજાગૃતિ આવે તે હેતુથી યમરાજનો વેશ પરિધાન કરીને ફરતી વ્યક્તિએ લોકોને રસીકરણ માટે પ્રેર્યા હતા. કોરોનાને નાથવા રસી જ કારગત ઉપાય છે. ત્યારે લોકોને આ અંગે જાગૃતિ ફેલાવવા આ પ્રયોગ કરાયો છે. સાણંદ આસપાસના ગામડાઓમાં લોકો રસી માટે જાગૃત થાય તેના ભાગરૂપે આ અનોખી શૈલી દ્વારા હકારાત્મક સંદેશો આપવામાં આવ્યો છે. સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીની પુણ્યતિથિની પૂર્વસંધ્યાએ અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે કપડાની ૧,૦૦૦ થેલીઓ અને ૧૦,૦૦૦ માસ્ક વિતરણની સાથે રસીકરણની જાગૃતિ માટે અનોખો કાર્યક્રમ યોજાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પર્યાવરણની સુરક્ષા માટે પ્લાસ્ટિકની જગ્યાએ કાગળ કે કપડાંની થેલીનો વપરાશ પણ અનિવાર્ય બન્યો છે. ત્યારે લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા અટકે અને કાપડની થેલી વપરાશમાં લે તે માટે સાણંદ બજારમાં લોકોને ૧,૦૦૦ જેટલી કપડાની થેલીઓનું પણ વિતરણ કરાયું હતું. સાથે સાથે લોકોને માસ્ક પણ આપવામાં આવ્યા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oq0sKF
via IFTTT
إرسال تعليق